Olympics 2024: ઓલિમ્પિકમાં બેડમિન્ટનમાં જોવા મળશે ભારતનું શાનદાર પ્રદર્શન, જાણો કોની પાસે છે મેડલની આશા
સિંધુએ 2016 રિયો ઓલિમ્પિકમાં તેનો પ્રથમ ઓલિમ્પિક મેડલ જીત્યો હતો. પીવી સિંધુએ 2016 રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો
![Olympics 2024: ઓલિમ્પિકમાં બેડમિન્ટનમાં જોવા મળશે ભારતનું શાનદાર પ્રદર્શન, જાણો કોની પાસે છે મેડલની આશા Olympics 2024 2024 paris olympics badminton player pv sindhu top contender for medal Olympics 2024: ઓલિમ્પિકમાં બેડમિન્ટનમાં જોવા મળશે ભારતનું શાનદાર પ્રદર્શન, જાણો કોની પાસે છે મેડલની આશા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/11/4f777375ebf47cf86ef570a0419d8719172068960700774_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
2024 Paris Olympics India Badminton: ઓલિમ્પિક્સ 2024 (2024 Paris Olympics) વિશે ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. પેરિસમાં યોજાનારી ઓલિમ્પિક 2024 26 જુલાઈથી શરૂ થશે. આ ગેમ્સ 11 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. અગાઉ ટોક્યોમાં યોજાયેલી ઓલિમ્પિક ગેમ્સ ભારત માટે ઐતિહાસિક હતી. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે કુલ 7 મેડલ જીત્યા હતા. બેડમિન્ટનમાં ભારતે એક મેડલ જીત્યો હતો જે પીવી સિંધુએ જીત્યો હતો. ગત વખતની જેમ આ વખતે પણ ભારતને બેડમિન્ટનમાં મેડલની આશા રહેશે.
ટોક્યોમાં રમાયેલી છેલ્લી ઓલિમ્પિકની જેમ આ વખતે પણ ભારત અનુભવી બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ પાસેથી મેડલની આશા રાખશે. સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ મેડલ જીતીને તે ઓલિમ્પિકમાં બે વ્યક્તિગત મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની હતી. આ સિવાય તે ઓલિમ્પિકમાં બે વ્યક્તિગત મેડલ જીતનારી બીજી ભારતીય એથ્લેટ બની હતી. કુસ્તીબાજ સુશીલ કુમારે આ સિદ્ધિ હાંસલ કરી છે.
સિંધુએ 2016 રિયો ઓલિમ્પિકમાં તેનો પ્રથમ ઓલિમ્પિક મેડલ જીત્યો હતો. પીવી સિંધુએ 2016 રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ત્યારબાદ તેણે ટોક્યોમાં પોતાનો બીજો ઓલિમ્પિક મેડલ જીત્યો હતો. ટોક્યોમાં સિંધુએ ચીનની બિંગ જિયોને હરાવીને બ્રોન્ઝ મેડલ કબજે કર્યો હતો. આ વખતે ભારતને સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતનારી પીવી સિંધુ પાસેથી ગોલ્ડ મેડલની આશા રહેશે. તે પેરિસ ઓલિમ્પિકની મહિલા સિંગલ્સ ઈવેન્ટમાં ભાગ લેશે.
માતા-પિતા વોલીબોલ ખેલાડી હતા
હૈદરાબાદમાં 5 જુલાઈ, 1995ના રોજ જન્મેલી પીવી સિંધુના માતા-પિતા નેશનલ લેવલના વોલીબોલ પ્લેયર હતા. જોકે સિંધુએ બેડમિન્ટન પસંદ કર્યું હતું. સિંધુએ ખૂબ જ નાની ઉંમરે બેડમિન્ટન રમવાનું શરૂ કર્યું હતું.
ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA)એ સોમવારના દિવસે ગગન નારંગને ભારતીય દળના શેફ ડી મિશન બનાવ્યા છે. ગગન નારંગ લંડન ઓલિમ્પિક્સની શૂટિંગ સ્પર્ધામાં કાંસ્ય પદક વિજેતા રહ્યા હતા અને તેમણે મેરી કોમને શેફ ડી મિશનના રૂપમાં રિપ્લેસ કર્યા છે. શેફ ડી મિશનનો અર્થ છે કે ભારતીય દળને હવે ગગન નારંગ લીડ કરશે. આ ઉપરાંત ધ્વજવાહકોની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. પેરિસ ઓલિમ્પિક્સના ઉદ્ઘાટન સમારોહમાં સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ (PV Sindhu) મહિલા ધ્વજવાહક બનશે, બીજી તરફ પુરુષોમાં આ જવાબદારી ટેબલ ટેનિસના દિગ્ગજ એ શરત કમલને સોંપવામાં આવી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)