Ambalal Patel Rain Prediction: આ વિસ્તારોમાં પડશે પૂર જેવો વરસાદ: અંબાલાલની સૌથી ઘાતક આગાહી!
ગુજરાતમાં વરસશે અનરાધાર વરસાદ. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી. અંબાલાલ પટેલના અનુસાર, 16 ઓગસ્ટથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસશે. કેટલાક વિસ્તારમાં તો 12 ઈંચથી વધુ વરસાદ ખાબકી શકે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા.
ખાસ કરીને, 16 થી 22 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, અને કેટલાક વિસ્તારોમાં 10 થી 12 ઇંચ સુધી વરસાદ પડવાની પણ શક્યતા છે. બંગાળની ખાડીમાંથી આવતી વરસાદી સિસ્ટમને કારણે કચ્છમાં પણ જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. આ વરસાદ કૃષિ માટે અત્યંત ફાયદાકારક રહેશે તેવું પણ તેમનું કહેવું છે.
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ શરૂ થશે. ખાસ કરીને, 16 થી 22 ઓગસ્ટ દરમિયાન વરસાદનું જોર વધશે. આ સમયગાળામાં ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. તેમણે તો કેટલાક વિસ્તારોમાં 10 થી 12 ઇંચ વરસાદ પડવાની આગાહી પણ કરી છે.
















