(Source: ECI/ABP News/ABP Majha)
ચાર કરોડ રૂપિયા છે પેરિસ ઓલિમ્પિક 2024ની ટિકિટ, જાણો ક્યાંથી અને કેવી રીતે ખરીદી શકશો?
ઈવેન્ટ્સ 26મી જૂલાઈ 2024થી શરૂ થશે, જે 11મી ઓગસ્ટ સુધી ચાલશે.
Paris Olympics 2024 Ticket Exclusive Package: પેરિસ ઓલિમ્પિક્સ 2024 માટે તૈયારીઓ ચાલી રહી છે, જે વિશ્વની સૌથી મોટી રમતનો 'મહા કુંભ' છે. ઈવેન્ટ્સ 26મી જૂલાઈ 2024થી શરૂ થશે, જે 11મી ઓગસ્ટ સુધી ચાલશે. લગભગ 19 દિવસ ચાલનારા મહાકુંભમાં 32 રમતોના 329 ઇવેન્ટ્સ રમાશે, જેમાં 10 હજાર 500 જેટલા ખેલાડીઓ પોતાની રમત પ્રતિભા બતાવશે.
The #OLYMPIAS Trireme in Piraeus Port, as part of the Events of the Olympic Flame for #Paris2024.
— Diogenes of Sinope (@DiogenisSinopis) April 29, 2024
🇬🇷🔥🇫🇷
The French sailing ship #BELEM, which transfers the Olympic Flame for the Paris 2024 Olympic Games to Marseille, crosses the canal of the Corinth Isthmus, Peloponnese, Greece. pic.twitter.com/UiRejVum88
આ દરમિયાન, રમતપ્રેમીઓ માટે પેરિસ ઓલિમ્પિક 2024ની ટિકિટ અને પેકેજને લગતી મહત્વપૂર્ણ માહિતી પ્રકાશમાં આવી છે. પેકેજ લઈને દર્શકો લાઈવ ઈવેન્ટ જોઈ શકશે અને સ્પોર્ટ્સ વિલેજની મુલાકાત લેવાનો અને ખેલાડીઓને મળવાનો મોકો પણ મળશે, પરંતુ શું તમે જાણો છો કે એક ટિકિટની કિંમત લગભગ 4.16 કરોડ રૂપિયા છે?
તમને ઓપનિંગ સેરેમની જોવાનો મોકો પણ મળશે
'ધ ગાર્ડિયન'ના રિપોર્ટ અનુસાર, દુનિયાભરના લોકો 5 લાખ ડોલર (4.16 કરોડ) ખર્ચીને પેકેજ ખરીદી રહ્યા છે. પેકેજનું નામ 'અલ્ટ્રા-એક્સક્લુઝિવ' રાખવામાં આવ્યું છે. બાસ્કેટબોલ સ્ટાર લેબ્રોન જેમ્સના બિઝનેસ મેનેજર અને ટેનિસ સ્ટાર રાફેલ નડાલના પીઆર મેનેજર તેમની કંપની 'GR8 એક્સપિરિયન્સ'ના બેનર હેઠળ પેકેજ વેચી રહ્યા છે.
પેકેજ હેઠળ ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમની પણ જોવા મળશે. વધુમાં, પેકેજમાં 14 ઈવેન્ટ્સ અને ખાસ મેન્સ 100 મીટર ફાઈનલ રેસનો સમાવેશ થાય છે. જો કે પેકેજ ખરીદનાર કઈ હસ્તીઓને સ્પોર્ટ્સ વિલેજમાં મળી શકશે તે અંગેની માહિતી જાહેર કરવામાં આવી નથી, પરંતુ તેમને ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચ સાથે ડિનર કરવાની તક મળી શકે છે.
પેરિસ ત્રીજી વખત ઓલિમ્પિકનું આયોજન કરી રહ્યું છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પેરિસ ઓલિમ્પિકની ટિકિટ સત્તાવાર વેબસાઈટ પર લોગઈન કરીને ખરીદી શકાય છે. વિવિધ રમતો અને વિવિધ ઇવેન્ટ માટે ટિકિટ ઉપલબ્ધ થશે. પેરિસમાં ત્રીજી વખત ઓલિમ્પિક ગેમ્સ યોજાશે. પેરિસ અગાઉ 1900 અને 1924માં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરી ચૂક્યું છે. હવે 100 વર્ષ બાદ 2024માં પેરિસમાં ઓલિમ્પિક ગેમ્સ યોજાવા જઈ રહી છે.