શોધખોળ કરો

Paris Olympics 2024: 7 મહિનાની પ્રેગનન્ટ છે આ મહિલા ખેલાડી, છતાં ઓલિમ્પિક રમવા મેદાનમાં ઉતરી, દુનિયા રહી ગઇ દંગ

Olympian Nada Hafez at Paris 2024: રમતના મેદાનમાં કેટલીય એવી ઘટનાઓ ઘટે છે જેનાથી બધા ચોંકે છે. હાલમાં પેરિસ ઓલિમ્પિક 2024માં આવી જ એક ઘટના ઘટી છે જેને જાણ્યા બાદ આખી દુનિયા દંગ રહી ગઇ છે

7 Month Pregnant Olympian Nada Hafez at Paris 2024: રમતના મેદાનમાં કેટલીય એવી ઘટનાઓ ઘટે છે જેનાથી બધા ચોંકે છે. હાલમાં પેરિસ ઓલિમ્પિક 2024માં આવી જ એક ઘટના ઘટી છે જેને જાણ્યા બાદ આખી દુનિયા દંગ રહી ગઇ છે. ઓલિમ્પિક્સના ત્રીજા દિવસે એક સામાન્ય સેબર મેચ રમાઈ રહી હતી, જેમાં ઈજિપ્ત અને યૂનાઈટેડ સ્ટેટ્સ 32 ના મહિલા વ્યક્તિગત સેબર ટેબલમાં ભાગ લઈ રહ્યાં હતા. ઇજિપ્તનો ફેન્સર આ મેચ જીતવામાં સફળ રહ્યો હતો. આ પછી મહિલા વ્યક્તિગત સેબરના 16 ના ટેબલમાં ઇજિપ્ત અને દક્ષિણ કોરિયા વચ્ચે મેચ હતી. પરંતુ આમાં ઇજિપ્તના ફેન્સરને દક્ષિણ કોરિયાના ફેન્સરથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ઈજિપ્તના એક ફેન્સરની ઈન્સ્ટાગ્રામ પોસ્ટે દુનિયાભરમાં હેડલાઈન્સ બનાવી છે. તે ઇજિપ્તની ફેન્સર નાડા હાફિઝ હતી.

કેમ ચર્ચામાં આવી નાડા હાફિઝ 
મહિલા વ્યક્તિગત સેબર ઈવેન્ટના 16ના ટેબલમાં દક્ષિણ કોરિયાની ખેલાડી સામે હાર્યા બાદ નાડા હાફિઝે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી જેમાં તેણે મોટો ખુલાસો કર્યો. તેણે જણાવ્યું કે તે સાત મહિનાની ગર્ભવતી (પ્રેગનન્ટ) છે. મેચના થોડા કલાકો પછી નાડા હાફિઝે ઇન્સ્ટાગ્રામ પર પૉસ્ટ કર્યું, "7 મહિનાની ગર્ભવતી ઓલિમ્પિયન! તમે પૉડિયમ પર જોયેલા બે ખેલાડીઓ ખરેખર ત્રણ હતા! હું, મારી હરીફ અને મારી ભાવિ નાની છોકરી!"

નાડા હાફિઝે તેની પોસ્ટમાં લખ્યું છે- "મારા બાળક અને મેં બંને શારીરિક અને ભાવનાત્મક પડકારોનો સામનો કર્યો હતો. ગર્ભાવસ્થાનો રૉલરકૉસ્ટર પોતાનામાં અઘરો છે, પરંતુ જીવન અને રમત વચ્ચે સંતુલન જાળવવાની લડાઈ અત્યંત અઘરી હતી, પરંતુ તે બધું જ મૂલ્યવાન હતું. "

નાડા હાફિઝે પોતાના પતિ અને પરિવારનો માન્યો આભાર 
નાડા હાફિઝે તેના પતિ અને પરિવારનો આભાર માન્યો, જેમણે તેને સંપૂર્ણ સમર્થન આપ્યું. નાડા હાફિઝે પોતાની પોસ્ટમાં લખ્યું છે - "હું આ પોસ્ટ લખી રહી છું એ કહેવા માટે કે મને ગર્વ છે કે હું છેલ્લા 16માં મારું સ્થાન મેળવી શકી છું! હું નસીબદાર છું કે મને મારા પતિ અને મારા પરિવારનો વિશ્વાસ અને સાથ મળ્યો, જેના કારણે હું સફળ રહી. અહીં પહોંચો આ સ્પેશિયલ ઓલિમ્પિક અલગ હતું, ત્રણ વખતના ઓલિમ્પિયનો પણ આ વખતે એક નાના ઓલિમ્પિયન સાથે લઇને!

પહેલી મેચ જીતીને બીજી મેચ હારી ગઇ નાડા હાફિઝ 
નાડા હાફિઝે તેની પ્રથમ મેચમાં અમેરિકાની એલિઝાબેથ ટાર્ટાકોવસ્કીને 15-13થી હરાવ્યો હતો. પરંતુ બીજી મેચમાં તે કોરિયાની જીઓન હ્યોંગ સામે 7-15થી હારી ગઈ હતી. નાડાની આ ત્રીજી ઓલિમ્પિક સ્પર્ધા હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vav By Poll Result 2024 : વાવમાં કોણ જીતશે?  સટ્ટોડિયાએ કોના પર લગાવ્યો દાવ?Vadodara Demolition : વડોદરામાં દબાણ હટાવતી વખતે બબાલ, દબાણ શાખાના કર્મચારી પર હુમલોValsad Rape and Murder Case : વલસાડમાં યુવતીની બળાત્કાર બાદ હત્યાના કેસમાં સૌથી મોટો ખુલાસોShare Market News : ભારતીય શેરબજારમાં શાનદાર તેજી, સેન્સેક્સમાં 1700 પોઇન્ટનો ઉછાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
પીએમ આવાસ યોજનાની યાદીમાં નામ નથી આવતું? કેવી રીતે અરજી કરવી તે જાણો
પીએમ આવાસ યોજનાની યાદીમાં નામ નથી આવતું? કેવી રીતે અરજી કરવી તે જાણો
Embed widget