Paris Olympics 2024: નીરજ ચોપડા કઇ યુવતી સાથે કરશે લગ્ન, માતાએ ઇચ્છા વ્યક્ત કરતા કર્યો ખુલાસો
Paris Olympics 2024: નીરજ ચોપરાએ ઓલમ્પિકમાં શાનદાર પ્રદર્શન કરતા સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યું છે. તેમની જીતના કારણે ફરી એકવાર નીરજ ચોપડા ચર્ચામાં છે.
![Paris Olympics 2024: નીરજ ચોપડા કઇ યુવતી સાથે કરશે લગ્ન, માતાએ ઇચ્છા વ્યક્ત કરતા કર્યો ખુલાસો Team India Paris Olympics 2024 Neeraj Chopra INDIA Paris Olympics 2024: નીરજ ચોપડા કઇ યુવતી સાથે કરશે લગ્ન, માતાએ ઇચ્છા વ્યક્ત કરતા કર્યો ખુલાસો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/10/ce711f66237d1f7869beebe8cfe9fcd9172328065121481_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Paris Olympics 2024: ભારતીય એથ્લેટ નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિક 2024માં ભાલા ફેંકમાં સિલ્વર મેડલ જીત્યો. જો કે દેશને તેની પાસેથી ગોલ્ડની અપેક્ષા હતી. પરંતુ આ થઈ શક્યું થયું નહિ, નીરજની જીત બાદ તેની માતા સરોજ દેવી પણ ચર્ચામાં છે. તાજેતરમાં નીરજના લગ્નને લઈને તેમનું નિવેદન આવ્યું હતું. નીરજની માતા ઈચ્છે છે કે, તે જલ્દી લગ્ન કરી લે. પરંતુ નીરજે હજુ સુધી આ અંગે કંઈ કહ્યું નથી. ભાલા ફેંકમાં નીરજની સીધી ટક્કર પાકિસ્તાનના અરશદ નદીમ સાથે હતી. અરશદે ગોલ્ડ જીત્યો છે.
નીરજ ચોપરાએ 89.45 મીટરના અંતર સુધી બરછી ફેંકી હતી. ભારતમાં તેમજ અન્ય દેશોમાં તેની ચર્ચા થઈ હતી. આ સાથે નીરજની માતા સરોજ દેવી પણ પોતાના નિવેદનથી ચર્ચામાં આવ્યાં છે.. અરશદ નદીમ વિશે પૂછવામાં આવેલા સવાલ પર તેણે કહ્યું હતું કે, તે પણ તેના પુત્ર જેવો છે. NBTના એક સમાચાર અનુસાર, નીરજની માતાએ તેના લગ્ન વિશે કહ્યું કે, તે ઈચ્છે છે કે તે જલ્દી લગ્ન કરે.
માતાએ નીરજના લગ્નને લઇને કર્યો ખુલાસો
નીરજનો પરિવાર ઇચ્છે છે કે, નીરજ જલ્દી લગ્ન કરી લે પરંતુ તે પોતે અત્યારે લગ્ન કરવા માંગતો નથી. નીરજ હજુ પણ દેશ માટે વધુ મહેનત કરવા માંગે છે. રિપોર્ટ અનુસાર તેની માતાએ કહ્યું કે, નીરજ તેની પસંદની યુવતી સાથે લગ્ન કરશે. રસપ્રદ વાત એ છે કે, તેની માતાએ કહ્યું કે, જો નીરજ કોઈને પસંદ કરે છે તો મારી સહમતિ હશે.
નીરજે જિત્યો સિલ્વર મેડલ
પાકિસ્તાનના અરશદ નદીમે પેરિસ ઓલિમ્પિક 2024માં ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે 92.97 મીટરના અંતર સુધી બરછી ફેંકીને ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યો હતો. નીરજે 89.45 મીટરના અંતર સુધી બરછી ફેંકી અને સિલ્વર જીત્યો. નીરજે છમાંથી 5 પ્રયાસમાં ફાઉલ કર્યા હતા. પરંતુ તેમનો એક જ પ્રયાસ સફળ થયો. પીટર્સ એન્ડરસનને આ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. તેણે 88.54 મીટરના અંતર સુધી બરછી ફેંકી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)