(Source: ECI/ABP News/ABP Majha)
India Medal Tally, Tokyo 2020: ટોક્યો ઓલિમ્પિકમાં નીરજે દેશને અપાવ્યો પ્રથમ ગોલ્ડ, ભારતને અત્યાર સુધી મળ્યા 7 મેડલ
India Medal Tally Standings, Tokyo Olympic 2020: ટોક્યો ઓલિમ્પિકનો આજે 16મો દિવસ છે. ભારત માટે આજનો દિવસ શાનદાર રહ્યો છે. ટોક્યો ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં નીરજ ચોપરાએ દેશને પ્રથમ ગોલ્ડ અપાવ્યો છે.
India Medal Tally Standings, Tokyo Olympic 2020: ટોક્યો ઓલિમ્પિકનો આજે 16મો દિવસ છે. ભારત માટે આજનો દિવસ ખૂબ જ શાનદાર રહ્યો છે. ટોક્યો ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં નીરજ ચોપરાએ દેશને પ્રથમ ગોલ્ડ અપાવ્યો છે. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના ખાતામાં અત્યાર સુધીમાં 7 મેડલ આવ્યા છે. જેમાં એક ગોલ્ડ, બે સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારત મેડલ ટેલીમાં 47માં ક્રમે છે. અમેરિકા 35 ગોલ્ડ, 37 સિલ્વર અને 33 બ્રોન્ઝ એમ 105 મેડલ સાથે પ્રથમ ક્રમે છે. તો ચીન 38 ગોલ્ડ, 31 સિલ્વર અને 18 બ્રોન્ઝ મળી કુલ 87 મેડલ સાથે બીજા ક્રમે છે. જાપાન 26 ગોલ્ડ, 12 સિલ્વર અને 17 બ્રોન્ઝ એમ મળી કુલ 55 મેડલ સાથે ત્રીજા ક્રમ પર છે.
નીરજ ચોપરાએ ગોલ્ડ જીતી ઈતિહાસ રચ્યો
ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ (Gold Medal) જીતીને ભારતે ઇતિહાસ રહ્યો છે. ઓલિમ્પિકના 100 વર્ષના ઇતિહાસમાં ભારતે એથ્લેટિકમાં પહેલીવાર ગોલ્ડ મેડલ જીત્યો છે. નીરજ ચોપરા(NeeraJ Chopra)એ આજે 87.58 મીટર જવેલિન થ્રો ( javelin throw) કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે. બીજા નંબરે ચેક રિપ્બીલીકનો વેડલેચ રહ્યો છે, જેણે 86.67 મીટર દૂર જેવેલિન થ્રો કર્યો હતો. જ્યારે ત્રીજા નંબરે ચેક રિપ્લીકનો વેસ્લે રહ્યો છે, જેણે 85.44 મીટર દૂર જવેલિન થ્રો કર્યો હતો. આ ગોલ્ડ સાથે આજે ભારતને બીજો મેડલ મળ્યો છે. કુસ્તીમાં બજરંગ પુનિયાએ બ્રોન્ઝ મેડલ અપાવ્યા પછી નીરજ ચોપરાએ જેવેલિન થ્રોમાં ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ટોક્યો ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં નીરજ ચોપરાએ દેશને પ્રથમ ગોલ્ડ અપાવ્યો છે. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના ખાતામાં અત્યાર સુધીમાં 7 મેડલ આવ્યા છે.
ભારતના ખાતામાં અત્યાર સુધીમાં 7 મેડલ
બજરંગ પુનિયાએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. કઝાકિસ્તાનના ખેલાડીને હરાવીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. પુનિયાએ 8-0થી કઝાકિસ્તાનના ખેલાડીને પરાજય આપ્યો હતો. ટોક્યો ઓલિમ્પિકમાં આ સાથે ભારતના ખાતામાં અત્યાર સુધીમાં 7 મેડલ આવ્યા છે. જેમાં એક ગોલ્ડ, બે સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.