Tokyo Olympics: ટોક્યો ઓલિમ્પિક કાલથી થશે શરૂ, ક્યારે અને ક્યાં જોઇ શકાશે ઓપનિંગ સેરેમનીનું લાઇવ ટેલિકાસ્ટ?
Tokyo Olympics 2020 Opening Ceremony Live Streaming: ભારત તરફથી 119 ખેલાડી આ વખતે ઓલિમ્પિકમાં ભાગ લઇ રહ્યા છે અને પીવી સિંધુ, બજરંગ પૂનિયા, દીપિકા કુમારી જેવા ખેલાડીઓ પાસે દેશને ગોલ્ડ મેડલની આશા છે.
નવી દિલ્હીઃ લાંબા સમય સુધી રાહ જોયા બાદ ટોક્યો ઓલિમ્પિકની શરૂઆત 23 જૂલાઇથી થવા જઇ રહી છે. આ ટુનામેન્ટમાં હજારો ખેલાડી મેડલ મેળવવા માટે હરિફાઇ કરશે. કોરોનાના કારણે વર્ષ 2020માં સ્થગિત થયા બાદ ઓલિમ્પિકની તમામ કોઇ રાહ જોઇ રહ્યા હતા. જોકે, મહામારીના કારણે આ ટુનામેન્ટ બંધ દરવાજા પાછળ રમાશે એટલે કે દર્શકોને મેદાનમાં આવવાની મંજૂરી મળશે નહીં. ટોક્યો ઓલિમ્પિકમાં અનેક વખતે નવી રમતોને સામેલ કરવામાં આવ્યા છે. અને કુલ મળીને 33 રમતોમાં લગભગ 206 દેશ હિસ્સા લેશે.
ભારત તરફથી 119 ખેલાડી આ વખતે ઓલિમ્પિકમાં ભાગ લઇ રહ્યા છે અને પીવી સિંધુ, બજરંગ પૂનિયા, દીપિકા કુમારી જેવા ખેલાડીઓ પાસે દેશને ગોલ્ડ મેડલની આશા છે. જાપાનમાં કોરોનાના કેસ વધતા ટુનામેન્ટમાં અનેક પ્રકારના પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે અને ઓપનિંગ સેરેમનીમાં પણ એક હજારની આસપાસ લોકો હાજર રહેશે.
15 દેશઓના નેતા આ વખતે સમારોહમાં ભાગ લેશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમાનુએલ મેક્રો, મંગોલિયાના વડાપ્રધાન લુવસાનામસરાઇ ઓયુન એન્ડેન અને અમેરિકાની પ્રથમ મહિલા જિલ બાઇડેન સિવાય કેટલાક વૈશ્વિત નેતાઓ ઉદ્ધાટન સમારોહમાં હાજરી આપવાનું વચન આપી ચૂક્યા છે. ભારતે આ વખતે ખેલાડીઓનું સૌથી મોટું દળ મોકલ્યું છે. રમતોમાં ભાગ લેવા માટે 119 રમતવીરો ટોક્યોમાં છે, જેમણે અલગ -અલગ રમતોમાં ક્વોલિફાય કર્યું છે, પરંતુ ઓપનિંગ સેરેમનીમાં માત્ર 22 ખેલાડીઓ જ ભાગ લેશે. કેટલાક ખેલાડીઓ મેદાનમાં રમત હોવાને કારણે જ્યારે કેટલાક ખેલાડીઓની પ્રેક્ટિસ મેચ હોવાને કારણે ઓપનિંગ સેરમનીમાં ભાગ લેશે નહીં.
ટોક્યો ઓલિમ્પિક 2020ની ઓપનિંગ સેરેમની ટોક્યોના નેશનલ સ્ટેડિયમમાં થશે. ઓપનિંગ સેરેમનીની શરૂઆત ભારતીય સમયાનુસાર 23 જૂલાઇના રોજ સાંજે 4:30 વાગ્યે થશે. ટોક્યો ઓલિમ્પિકનું લાઇવ ટેલિકાસ્ટ તમે સોની નેટવર્ક પર જોઇ શકીશું. સોની ટેન 1 અને સોની ટેન 3 પર તમે અંગ્રેજી કોમેન્ટ્રરીનો આનંદ માણી શકશો. જ્યારે હિંદી કોમેન્ટ્રી માટે તમારે સોની ટેન 3 પર જોઇ શકશો. જ્યારે દૂરદર્શન પર તમે તેનું લાઇવ ટેલિકાસ્ટ જોઇ શકશો. તે સિવાય ટોક્યો ઓલિમ્પિકનું લાઇવ સ્ટ્રીમિંગ તમે સોની લિવ એપ અને જિયો ટીવી પર જોઇ શકશો.