Paralympics 2020: ઉંચી કૂદમાં મરિયપ્પને સિલ્વર તો શરદ કુમારે જીત્યો બ્રોન્ઝ મેડલ
ભારતના મરિયપ્પન થંગાવેલુંએ ટોક્યો પેરાલિમ્પિકમાં પુરુષોની ઉંચી કૂદ ટી 63 ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરતા સિલ્વર મેડલ જીત્યો હતો.
ભારતના મરિયપ્પન થંગાવેલુંએ ટોક્યો પેરાલિમ્પિકમાં પુરુષોની ઉંચી કૂદ ટી 63 ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરતા સિલ્વર મેડલ જીત્યો હતો. આ જ સ્પર્ધામાં શરદ કુમારે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતનો આ 10મો મેડલ છે. શરદ કુમારે પુરુષોની ઉંચી કૂદ ટી 63 ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરતા બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
Rio Paralympics 🥇 medalist @189thangavelu will compete in High Jump T63 Final at #Tokyo2020 in some time
— SAI Media (@Media_SAI) August 31, 2021
Stay tuned for updates and keep showing support with #Cheer4India messages#Praise4Para #ParaAthletics pic.twitter.com/HdJ1xyUlOG
Just as at Rio 2016, #IND have 2️⃣ athletes in the podium places in Men's High Jump T63 Final! 🔥🔥
— #Tokyo2020 for India (@Tokyo2020hi) August 31, 2021
Mariyappan Thangavelu and Sharad Kumar have won #silver and #bronze medals respectively, taking 🇮🇳's medal tally into double figures! 😍#Tokyo2020 #Paralympics #ParaAthletics pic.twitter.com/HSadcK8Nnt
પુરુષોની ઉંચી કૂદ ટી63 સ્પર્ધામાં મરિયપ્પને 1.86 મીટર તો શરદ કુમારે1.83 મીટરની કૂદ લગાવી હતી. અમેરિકાના સૈમ ક્રૂ ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યો હતો. ટોક્યોમાં ઉંચી કૂદમાં ભારતે અત્યાર સુધી ત્રણ મેડલ જીત્યા છે. આ અગાઉ ભારતના નિષાદ કુમારે રવિવારે પુરુષોની ઉંચી કૂદ ટી-47 સ્પર્ધામાં એશિયાઇ રેકોર્ડ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.
આ સાથે મરિયપ્પને પેરાલિમ્પિકમાં સતત બીજી વખત મેડલ જીત્યો છે. આ અગાઉ તેમણે રિયો 2016 પેરાલિમ્પિકમાં ગોલ્ડ જીત્યો હતો. વર્તમાન પેરાલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીમાં 10 મેડલ જીત્યા છે. ભારતના ખાતામાં અત્યાર સુધીમાં બે ગોલ્ડ મેડલ, પાંચ સિલ્વર મેડલ અને ત્રણ બ્રોન્ઝ મેડલ આવ્યા છે. આ પેરાલિમ્પિકના ઇતિહાસનું ભારતમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.