Tokyo Olympic: જ્યારે રાની રામપાલ ન હતી ખરીદી શકી હોકી કિટ અને શુઝ, ત્યારે દ્રોણાચાર્ય બની કઇ વ્યક્તિએ કરી હતી મદદ
હરિયાણાના ગરીબ પરિવારમાં જન્મી રાની પાસે એક સમયે હોકીની કિટ ખરીદવાના પણ પૈસા ન હતા. તેમની પાસે શુઝ ખરીદવાના પણ પૈસા ન હતા. તેમના પિતા ઘોડાગાડી ચલાવતા હતા.
Tokyo Olympic: ટોકિયો ઓલ્મિપિકમાં ભારતીય મહિલા હોકી ટીમે સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારતીય મહિલા હોકી ટીમે ઓસ્ટ્રેલિયિના હરાવીને પદક જીતવા કૂચ કરી છે. ટીમની કેપ્ટન રાની રામપાલને ભરોસો છે કે, સેમી ફાઇનલમાં સેમી ફાઇનલમાં તેમની ટીમ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે.
હરિયાણાના ગરીબ પરિવારમાં જન્મી રાની પાસે એક સમયે હોકીની કિટ ખરીદવાના પણ પૈસા ન હતા. તેમની પાસે શુઝ ખરીદવાના પણ પૈસા ન હતા. તેમના પિતા ઘોડાગાડી ચલાવતા હતા.
રાનીની ખેલ પ્રતિભા જોઇને સરદાર બલદેવ સિંહ તેમના માટે દ્રોણાચાર્ય બનીને આવ્યાં તેમણે તેમને શાહબાદ હોકી એકેડમીમાં ન માત્ર હોકી રમવાનું સીખવ્યું પરંતુ તેમને હોકીની કિટ અને શુઝ આપીને મદદ કરી.
ચંદીગઢમાં ટ્રેનિંગ દરમિયાન કોચ બલદેવ સિંહે તેમના ઘર રહેવાની સુવિધા કરી પુરી પાડી હતી. રાનીની ડાયટની જવાબદારી કોચની પત્નીએ ઉઠાવી હતી. ત્યારબાદ રાની રામપાલે પણ પાછળ ફરીને ન જોયું.
રાની રામપાલે કહ્યું કે, કોચ બલદેવે મારો ખૂબ સહયોગ કર્યો. એ સમયે મારે સમાજ સામે પણ લડવું પડ્યું હતું.હોકીના ડ્રેસને લઇને પણ અનેક વાતો સાંભળી હતી. જો કે આ સમયે મારા કોચ બલદેવ સિંહે કહ્યું, “ કંઇ જ ન વિચાર હવે માત્ર આગળ વઘવાનું છે અને દેશ માટે રમવાનું છે”
રામપાલના પિતાએ પણ સંઘર્ષના દિવસો યાદ કરતા કહ્યું કે, તે સમયે જો રાનીને ખેલાડી બનાવવા માટે પ્રયાસ કરૂ તો પરિવારના અન્ય સભ્યો રોડ પર આવી જાય તેમ હતા. હોકીના ડ્રેસને લઇને પણ સમાજ સામે એક લડત હતી. જો કે ત્યારબાદ તે કોચને બલદેવને મળી અને ત્યારથી તેમની ઉડાન શરૂ થઇ.
રાનીને એક બાદ એક સફળતા મળતી ગઇ, ભારતની હોકી ટીમની કેપ્ટન રાની કહે છે કે, “લોકોએ હોકી માટે તેની વિચારસરણી બદલવાની જરૂર છે. જો કે હવે ધીરે ધીરે બદલાવ આવી રહ્યો છે. હવે હોકીની પણ વાત થઇ રહી છે. જો કે હજું તે પુરતુ નથી અન્ય સ્પોર્ટસની જેમ હોકીને પણ એટલું જ સન્માન મળવું જોઇએ”