શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
પાકિસ્તાન હવે આ રીતે પહોંચી શકે છે સેમિ ફાઇનલમાં, જાણો આંકડાનું ગણિત
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન બાકીની ચારેય મેચો જીતી લે છે તો પણ ટૉપ 4 ટીમો માટે રનરેટ મોટો પ્રશ્ન બની શકે છે. કેમકે પાકિસ્તાનની રનરેટ ઓછી છે
નવી દિલ્હીઃ ભારત સામે પાકિસ્તાન 89 રને હાર્યા બાદ ટીમે પોતાની સેમિ ફાઇનલની આશા પર પાણી ફેરવી દીધી છે, પાકિસ્તાનને આમ તો સેમિ ફાઇનલમાં પહોંચવા માટે મોટો સંઘર્ષ કરવો પડશે, અને બીજી ટીમો પર આધારિત રહેવું પડશે. જોકે, આ બધુ પાકિસ્તાનની ફેવરમાં રહ્યું તો પાકિસ્તાની વર્લ્ડકપ 2019ની સેમિ ફાઇનલ રમી શકે છે. અહીં જાણો શું છે તેનું અંક ગણિત....
ભારત સામે હાર્યા બાદ ભારતે પોતાની સેમિ ફાઇનલની આશાને વધુ મજબૂત કરી દીધી છે. જોકે, પાકિસ્તાન માટે કપરાં ચઢાણ બની ગયા છે. હાલ પાકિસ્તાન પાંચ મેચોમાં 3 પૉઇન્ટ સાથે નવમા સ્થાને છે, જ્યારે ભારત ચાર મેચોમાં સાત પૉઇન્ટ સાથે પૉઇન્ટ ટેબલમાં ત્રીજા નંબરે છે.
સેમિ ફાઇનલનું સમીકરણ....
વર્લ્ડકપમાં કુલ 10 ટીમો રમી રહી છે, દરેકને નવ મેચો રમવા મળશે, અને ટૉપ 4 ટીમોને સેમિ ફાઇનલની ટિકીટ પાક્કી થશે. સેમિ ફાઇનલમાં પહોંચવા માટે 11 કે તેથી વધુ પૉઇન્ટની જરૂર પડશે સાથે રનરેટ પણ જોવામાં આવશે.
પાકિસ્તાન પાંચ મેચો રમી ચૂક્યુ છે અને ત્રણ પૉઇન્ટ છે, હવે ચાર મેચો બાકી છે. જો તે બાકીની બધી મેચો જીતી લે છે તો પૉઇન્ટ 11 સુધી પહોંચી જશે. જો એકાદ મેચ વરસાદથી ધોવાઇ જશે તો પણ પાકિસ્તાન મુશ્કેલીમાં મુકાઇ જશે. જોકે આ બધુ થયા બાદ પણ પાકિસ્તાન માટે રનરેટ માથાનો દુઃખાવો બની શકે છે.
પાકિસ્તાનનું શિડ્યૂલ....
- 23 જૂને દક્ષિણ આફ્રિકા સામે
- 26 જૂને ન્યૂઝીલેન્ડ સામે
- 29 જૂને આફઘાનિસ્તાન સામે
- 5 જુલાઇ બાંગ્લાદેશ સામે
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન બાકીની ચારેય મેચો જીતી લે છે તો પણ ટૉપ 4 ટીમો માટે રનરેટ મોટો પ્રશ્ન બની શકે છે. કેમકે પાકિસ્તાનની રનરેટ ઓછી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ખેતીવાડી
Advertisement
gujarati.abplive.com
Opinion