શોધખોળ કરો
Advertisement
વિરાટ કોહલીનો દીવાનો થયો પાકિસ્તાનનો આ ફાસ્ટ બોલર, કહ્યું- ‘તમે મહાન છો’
ભારતીય કેપ્ટન વિરાટ કોલીને વર્ષ 2019ના આઈસીસી સ્પિરિટ ઓફ ક્રિકેટ એવોર્ડથી સન્માનિત કરાયો હતો. આ ઉપરાંત કોહલીને વન ડે અને ટેસ્ટ ટીમનો કેપ્ટન પણ પસંદ કરવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ ભારતીય કેપ્ટન વિરાટ કોલીને વર્ષ 2019ના આઈસીસી સ્પિરિટ ઓફ ક્રિકેટ એવોર્ડથી સન્માનિત કરાયો હતો. આ ઉપરાંત કોહલીને વન ડે અને ટેસ્ટ ટીમનો કેપ્ટન પણ પસંદ કરવામાં આવ્યો છે. સ્પિરિટ ઓફ ક્રિકેટ એવોર્ડ મળ્યા બાદ કોહલીએ તેને સુખદ ક્ષણ ગણાવી હતી. એવોર્ડની જાહેરાત બાદ આઈસીસીએ કોહલીને લઈ એક વીડિયો પણ જાહેર કર્યો છે.
આ વીડિયોમાં કોહલીએ કહ્યું, અનેક વર્ષો સુધી ખોટી બાબતોના કારણે ચર્ચામાં રહ્યા બાદ આ સન્માનથી આશ્ચર્યચકિત છું. કોહલીએ તે મેચનો પણ ઉલ્લેખ કર્યો, જે માટે તેને આ એવોર્ડ મળ્યો છે. તેણે કહ્યુ, “તે સમય એક વ્યક્તિને સમજવાનો હતો. અમે નિશ્ચિતરીતે મેચ જીતવા માટે રમતા હતા પરંતુ કોઈપણ કમેંટ કરવાથી બચવું જોઈએ અને તેમાં આપણા દેશના દર્શકોથી એવું ન થવું જોઈએ. કારણકે આપણે એક શ્રેષ્ઠ ક્રિકેટ રમતો દેશ છીએ. ઉપરાંત કોઈપણ ખેલાડીને ઈમોશનલી ટાર્ગેટ ન કરવો જોઈએ.”
કોહલીના આ નિવેદન બાદ પાકિસ્તાની ફાસ્ટ બોલર મોહમ્મદ આમિર તેનો દીવાનો થઈ ગયો છે. આમિરે કોહલીને ગ્રેટ વર્ડ્સ ફ્રોમ ગ્રેટ પ્લેયર ગણાવ્યો છે. બંને પ્લેયર એકબીજાની ઘણી પ્રશંસા કરે છે. આમિરે કોહલીએ અંગે થોડા સમય પહેલા કહ્યું હતું કે, વિશ્વનો શ્રેષ્ઠ બેટ્સમેન છે અને તેની વિકેટ લેનારો બોલર બેસ્ટ બની જાય છે. કોહલીએ પણ આમિરને ખતરનાક બોલર ગણાવ્યો હતો. INDvAUS: રાજકોટ વન ડે પહેલા ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ફટકો, આ ખેલાડી થયો બહાર BJP નેતાનું વિચિત્ર નિવેદન, કહ્યું- કરન્સીની સ્થિતિ સુધારવા નોટ પર છાપો લક્ષ્મીની તસવીરA lovely moment in a special year of cricket.@imVkohli discusses the importance of playing cricket in the right way 👏 #ICCAwards pic.twitter.com/u3x44GFqQQ
— ICC (@ICC) January 15, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement