Sania and Shoaib: આ હૉટ ગર્લના પ્રેમમાં પડ્યો છે શોએબ મલિક, બન્નેએ કરાવ્યુ હતુ ન્યૂડ ફોટોશૂટ ને પછી.........
બતાવવામા આવી રહ્યું છે કે, સાનિયા મિર્ઝા અને શોઅબ મલિકના તલાકનુ કારણ પાકિસ્તાનની ચર્ચિત એક્ટ્રેસ અને હૉટ મૉડલ આયશા ઉમર છે.
Sania Mirza and Shoaib Malik Divorce: ભારતની સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટર શોઅબ મલિકનુ લગ્નજીવન હાલમાં એકદમ ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યું છે. પાકિસ્તાની મીડિયામાં અફવા ઉડી રહી છે કે બન્ને જલદી તલાક લેવાના છે. આ કપલના નજીકના દોસ્તે પણ આ કપલની તલાક લેવાની અધિકારીક રીતે વાત પાકિસ્તાની મીડિયામાં કહી છે. આ જોડીના સંબંધોમાં પડેતી તિરાડનુ કારણ એક હૉટ મૉડલ છે. ખરેખરમાં આ કપલની વચ્ચે પાકિસ્તાનની એક હૉટ મૉડલ અને એક્ટ્રેસ આવી ગઇ છે, જેના કારણ હવે બન્ને તલાક લેવા સુધી આવી ગયા છે. જાણો કોણ છે -
આયશા ઉમર સાથે વધી છે શોઅબ મલિકની દોસ્તી -
સોશ્યલ મીડિયા પર આજકાલ સાનિયા મિર્ઝા અને શોઅબ મલિકના તલાકની ખુબ ચર્ચા થઇ રહી છે. પાકિસ્તાનની એક મીડિયા રિપોર્ટસ્ અનુસાર, સાનિયા અને શોઅબ મલિકના એક નજીકના દોસ્તે કહ્યું કે, આ કપલ બહુ જલદી તલાક લેવાના છે. આ બન્નેના તલાક માટે તમામ વસ્તુઓ ફાઇનલ થઇ ચૂકી છે.
ખરેખરમાં, બતાવવામા આવી રહ્યું છે કે, સાનિયા મિર્ઝા અને શોઅબ મલિકના તલાકનુ કારણ પાકિસ્તાનની ચર્ચિત એક્ટ્રેસ અને હૉટ મૉડલ આયશા ઉમર છે. સમાચાર છે કે શોઅબ મલિકનુ હાલમાં આયશા ઉમર સાથે અફેર ચાલી રહ્યું છે, અને ગયા મહિને તેને શોઅબ મલિકની સાથે જોવામાં આવી હતી. બન્નેની તસવીરો પણ વાયરલ થઇ હતી. વળી બન્નેને શોઅબ મલિક અને આયશાએ એક મેગિજિન માટે સ્વીમિંગ પૂલમાં બૉલ્ડ ફોટોશૂટ પણ કરાવ્યુ હતુ, જેની તસવીરોએ સોશ્યલ મીડિયા પર ધમાલ મચાવી હતી. આ તસવીરો હજુ પણ વાયરલ થઇ રહી છે.
શોઅબ મલિક અને પાકિસ્તાની એક્ટ્રેસ આયશા ઉમરના અફેરની ખબરોમાં સચ્ચાઇ છે તે તો હાલમાં કંઇપણ કહી શકાય નહીં. પરંતુ લોકોનુ માનવુ છે કે, બન્ને અત્યારે ખુબ નજીક આવી ગયા છે. આયશા પાકિસ્તાનની જાણીતી એક્ટ્રેસ અને મૉડલ હોવા ઉપરાંત પાકિસ્તાનની સ્ટાઇલ આયકૉન પણ મનાય છે.
Shoaib Malik સાથે ડિવોર્સના અહેવાલ વચ્ચે સાનિયા મિર્ઝાએ લખી આ પોસ્ટ, સોશિયલ મીડિયા પર હોબાળો -
Sania Mirza's Post Amid Divorce Rumours With Shoaib Malik: ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકના ડિવોર્સની સોશિયલ મીડિયા પર ચર્ચા થઇ રહી છે. તાજેતરમાં જ બંનેએ તેમના પુત્ર ઇઝાનનો જન્મદિવસ એકસાથે સેલિબ્રેટ કર્યો હતો, જેની તસવીરો પણ શોએબ મલિકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. પરંતુ દંપતીના જીવનમાં બધુ બરાબર ચાલી રહ્યુ ન હોવાના સમાચાર આગની જેમ ફેલાઇ રહ્યા છે
સાનિયા મિર્ઝા અને શોએબની લવ કેમિસ્ટ્રીએ એક સમયે બધાનું દિલ મોહી લીધું હતું પરંતુ આ સમયે સામે આવેલી સાનિયાની એક પોસ્ટે બધાને વિચારતા કરી દીધા છે. ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાની લાગણીઓ શેર કરતા તેણે લખ્યું હતું કે 'તૂટેલા દિલ ક્યાં જાય છે? અલ્લાહને શોધવા માટે. સાનિયા મિર્ઝાએ આ પોસ્ટ એવા સમયે કરી છે જ્યારે શોએબ મલિક સાથે તેના ડિવોર્સની ચર્ચા થઇ રહી છે
શું શોએબ સાનિયા સાથે છેતરપિંડી કરી રહ્યો છે?
આ કપલ વિશે જે અટકળો લગાવવામાં આવી રહી છે તેમાં કેટલું સત્ય છે, તે કહી શકાય તેમ નથી અને તેની પાછળનું સાચું કારણ પણ સામે આવ્યું નથી. જો કે, પાકિસ્તાનના કેટલાક મીડિયા અહેવાલો અનુસાર, શોએબ મલિકે તેના એક ટીવી શો દરમિયાન સાનિયા સાથે કથિત રીતે છેતરપિંડી કરી હતી. પાકિસ્તાની મીડિયાએ એમ પણ કહ્યું છે કે આ કપલ હવે અલગ થઈ ગયા છે અને છેલ્લા કેટલાક સમયથી અલગ રહે છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને હવે માત્ર તેમના પુત્ર ઇઝાનના સહ-પેરેન્ટિંગને કારણે સાથે છે. જોકે આ રિપોર્ટની અમે પુષ્ટી કરી રહ્યા નથી. નોંધનીય છે કે શોએબ અને સાનિયાએ એપ્રિલ 2010માં લગ્ન કર્યા હતા.