શોધખોળ કરો
Advertisement
RCBના ખેલાડી પાર્થિવ પટેલના પિતા છે બિમાર, દરેક મેચ બાદ પહોંચી જાય છે પોતાના ઘરે, જાણો શું છે બિમારી
પાર્થિવે એક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ કે, હું જ્યારે મેચ બાદ મારા પરિવારનો ફોન ઉઠાવુ છુ તો મને હંમેશા ડરનો અહેસાસ થાય છે. મારા પર હાલમાં માનસિક રીતે ખુબ મોટો બોઝ પડેલો છે
બેંગ્લૉરઃ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરના ક્રિકેટર બેટ્સમેન પાર્થિવ પટેલ આજકાલ ખુબ તનાવમાં ક્રિકેટ રમી રહ્યો છે. તે આઇપીએલમાં દરેક મેચ રમ્યાં પછી પોતાના ઘરે અમદાવાદ આવી જાય છે, અને નેક્સ્ટ મેચ માટે ફરીથી પાછો ટીમમાં જોડાઇ જાય છે.
પાર્થિવ પટેલના પિતા હાલમાં બિમાર છે, જેને પોતાની સેવાઓ આપવી પડે છે. પાર્થિવ પટેલ પટેલના પિતા બ્રેન હેમરેજના કારણે ફેબ્રુઆરીથી અમદાવાદની એક હૉસ્પીટલમાં દાખલ છે. પાર્થિવના પિતા વેન્ટિલેટર પર છે. અહીં પાર્થિવની પત્ની અને તેની માતા સહિતના પરિવારના લોકો પણ હાજર છે. જોકે, કોઇપણ ડિસીઝન લેવાનું હોય તો પાર્થિવને પુછીને જ લે છે, જેના કારણે પાર્થિવને દરેક મેચ બાદ અમદાવાદ આવવું પડે છે. આ માટે આરસીબીએ પણ તેને છૂટ આપેલી છે.
ઉલ્લેખનીય છે કે, મેચ દરમિયાન પાર્થિવનો પરિવાર તેને ફોન નથી કરતો, પાર્થિવે એક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ કે, હું જ્યારે મેચ બાદ મારા પરિવારનો ફોન ઉઠાવુ છુ તો મને હંમેશા ડરનો અહેસાસ થાય છે. મારા પર હાલમાં માનસિક રીતે ખુબ મોટો બોઝ પડેલો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement