શોધખોળ કરો
Advertisement
શ્રીલંકાની ટીમે ઘરે પહોંચીને પાકિસ્તાન પર લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું- રૂમમાં કેદ કરીને.....
પાકિસ્તાનના એક પત્રકારે ટ્વિટ કરીને જણાવ્યું કે, શ્રીલંકન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ શમ્મી સિલ્વા આ બધાથી ખુશ નથી.
નવી દિલ્હીઃ આતંકી હુમલાના લગભગ 10 વર્ષ બાદ શ્રીલંકાની ટીમે પાકિ્સતાનનો પ્રવાસ કર્યો હતો. જ્યાં કરાચીમાં ત્રણ મેચની વનડે સીરિઝ અને લાહોરમાં ત્રણ મેચની ટી20 સીરિઝ રમ્યા હતા. પાકિસ્તાન જ્યાં વનડે સીરિઝમાં 2-0 જીત્યું તો શ્રીલંકીને ટી20 સીરિઝમાં 3-0થી જીત મળી હતી. આ ઐતીહાસિક પ્રવાસથી પરત ફરતા શ્રીલંકન ક્રિકેટ બોર્ડના પ્રમુખ શમ્મી સિલ્વાએ એક ગંભીર આરોપ લગાવ્યો છે, જેના કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ નારાજ થઈ ગયું છે.
પાકિસ્તાનના એક પત્રકારે ટ્વિટ કરીને જણાવ્યું કે, શ્રીલંકન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ શમ્મી સિલ્વા આ બધાથી ખુશ નથી. સિલ્વાનું કહેવું છે કે કડક સુરક્ષાના કારણે શ્રીલંકાની ટીમને પૂરો સમય હોટલના રૂમમાં જ રહેવા માટે કહેવામાં આવ્યું હતું. તેઓએ આ સમયની પોતાની નિરાશા વિશે પણ જણાવ્યું, જ્યારે તેઓ પાકિસ્તાનમાં રોકાયા હતા.
સિલ્વાએ કહ્યુ કે, તેઓ ખેલાડીઓ અને સ્ટાફ સાથે વાત કર્યા બાદ તેની પર કોઈ નિર્ણય લેશે. નોંધનીય છે કે, શ્રીલંકાની ટીમને આઈસીસી ટેસ્ટ ચેમ્પિયશિપ હેઠળ પાકિસ્તાનની સાથે ત્રણ મેચોની સીરીઝ રમવાની છે. ટેસ્ટ સીરીઝ જોકે યૂએઈમાં રમાશે, પરંતુ જો શ્રીલંકાની ટીમ પાકિસ્તાનનો પ્રવાસ કરવા માંગશે તો સીરીઝને ત્યાં શિફ્ટ કરી દેવામાં આવશે. સિલ્વાએ કહ્યુ કે આ પ્રવાસ પર ત્રણથી ચાર દિવસ રૂમમાં રહીને પરેશાન થઈ ગયા હતા.
તો શ્રીલંકાની ટીમના અધ્યક્ષની આ વાતથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ખોટું લાગ્યું હતું. અને તેઓની આ ટિપ્પણી બદલ નારાજગી વ્યક્ત કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement