રિશાંક દેવાડીગાઃ પાંચમાં સૌથી મોંઘા ખેલાડી રિશાંક દેવાડીગાને યુપી યોદ્ધાએ 1.11 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. શશાંક જ્યારે પ્રથમ વખત પ્રો કબડ્ડી લીગમાં ભાગ લીધો ત્યારે તેને 5 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો.
2/6
નીતિન તોમરઃ પ્રો કબડ્ડી લીગની છઠ્ઠી સીઝનના ચોથા સૌથી મોંઘા ખેલાડી નીતિન તોમરને ગત સિઝનમાં યુપી યોદ્ધાએ 93 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ આ વખતે પુનેરી પલ્ટને 1.15 કરોડ રૂપિયામાં કરારબદ્ધ કર્યો છે.
3/6
દીપક હુડ્ડાઃ જયપુર પિંક પેન્થર્સે 1.15 કરોડમાં ખરીદલો દીપક હુડ્ડા પ્રો કબડ્ડી લીગની છઠ્ઠી સીઝનનો ત્રીજો સૌથી મોંઘો ખેલાડી છે. તે પ્રથમ વખત જયપુર પિંક પેન્થર્સ વતી રમશે. તે પ્રથમ બે સીઝન તેલુગુ ટાઇટન્સ અને પછીની ત્રણ સીઝન પુનેરી પલ્ટન માટે રમ્યો હતો.
4/6
રાહુલ ચૌધરીઃ છઠ્ઠી સીઝનનો બીજો સૌથી મોંઘો ખેલાડી તેલુગુ ટાઇટન્સનો રાહુલ ચૌધરી છે. તેલુગુ ટાઇટન્સે તેને 1.29 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તે ટોપ રેડલ રેડરના લિસ્ટમાં પ્રથમ સ્થાને છે. તેના 710 પોઇન્ટ છે અને તેલુગુ ટાઇટન્સનો કેપ્ટન પણ છે.
5/6
મોનુ ગોયતઃ આ સીઝનના સૌથી મોંઘા ખેલાડીને હરિયાણા સ્ટીલર્સે 1.51 કરોડમાં ખરીદ્યો છે. તેની બેસ પ્રાઇસ માત્ર 20 લાખ રૂપિયા હતી. ગોયતે ગત સીઝનમાં શાનદાર રમત બતાવી હતી. 39 મેચમાં તેના 250 રેડ પોઇન્ટ છે.
6/6
નવી દિલ્હીઃ પ્રો કબડ્ડી લીગ 2018 શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી છે. છઠ્ઠી સીઝનમાં આઈપીએલની જેમાં પીકેએલમાં પણ ખેલાડીઓ માટે બોલી લગાવવામાં આવી હતી. આ ખેલાડીઓ પાસેથી ટીમ મેનેજમેન્ટ સારા દેખાવની આશા રાખી રહ્યું છે. પ્રો કબડ્ડી લીગની છઠ્ઠી સીઝનના 5 સૌથી મોંઘા ખેલાડીઓ અંગે અમે તમને જણાવી રહ્યા છીએ.