22 ડિસેમ્બરથી શરૂ થઇ રહી છે પ્રૉ કબડ્ડી લીગ, ક્યાં રમાશે તમામ મેચો, કઇ ટીમ છે સૌથી વધુ ફેવરિટ, જાણો.....
આ વખતે સિઝનને કઇ ટીમ જીતશે એ તો ભવિષ્ય જ નક્કી કરશે. પરંતં હવે જ્યારે 2014માં આ લીગની શરૂઆત થઇ હતી તે દરમિયાન કોઇ ન હતુ જાણતુ
નવી દિલ્હીઃ આગામી 22 ડિસેમ્બરથી પ્રૉ કબડ્ડી લીગની આઠમી સિઝનની શરૂઆત થઇ રહી છે. લીગમાં આ વખતે જબરદસ્ત ટક્કર જોવા મળી શકે છે. કોરોનાના કારણે આનુ આયોજન ગયા વર્ષે ન હતુ થઇ શક્યુ. પરંતુ આ વખતે પુરેપુરી તૈયારીઓ સાથે ખેલાડીઓ મેદાનમાં ઉતરશે. ખાસ વાત છે કે આ વખતની તમામ મેચો બેંગ્લુરુમાં ફેન્સની હાજરીમાં જ રમાશે.
આ વખતે સિઝનને કઇ ટીમ જીતશે એ તો ભવિષ્ય જ નક્કી કરશે. પરંતં હવે જ્યારે 2014માં આ લીગની શરૂઆત થઇ હતી તે દરમિયાન કોઇ ન હતુ જાણતુ કે આટલી બધી પ્રસિદ્ધિ મળશે. 8 ટીમો સાથે આ લીગની શરૂઆત થઇ હતી, અને હવે આમાં 12 ટીમે અત્યારે રમી રહી છે. એટલુ જ નહીં ખેલાડીઓની સેલેરી પણ કરોડો રૂપિયામાં મળી રહી છે.
પ્રૉ કબડ્ડી લીગના ઇતિહાસમાં જો કોઇ ટીમમાં સૌથી વધુ વાર જીતી હોય તો તે છે પટના પાઇરેટ્સ. પટના પાઇરેટ્સે ત્રણ વાર ખિતાબ પોતાના નામે કર્યો છે. બીજી કોઇ ટીમ આ ખિતાબને પોતાના નામે નથી કરી શકી. જોકે, જયપુર પિન્ક પેન્થર્સ, યુ મુમ્બા, બેંગ્લુરુ બુલ્સ અને બંગાલ વૉરિઅર્સે એક એક વાર ખિતાબ પોતાના નામે કર્યો છે. આ લીગની અત્યાર સુધી કુલ 7 સિઝન રમાઇ ચૂકી છે, અને હવે 8મી સિઝન રમાશે.
---
🚨#vivoProKabaddiIsBack 🚨
— ProKabaddi (@ProKabaddi) December 1, 2021
Save the dates for the first half of #vivoProKabaddi Season 8 🗓️@Vivo_India #Fixtures pic.twitter.com/atozdVijIj
આ પણ વાંચો-
બેન્કોના કામકાજોમાં પડશે મુશ્કેલીઓ, આજથી બેન્ક કર્મચારીઓ હડતાળ પર, જાણો શું છે મામલો
Bike Tips: બાઇકની બ્રેક મારતી વખતે રહો સતર્ક, આ એક ભૂલ ભારે પડી શકે છે
બોલિવૂડની આ એક્ટ્રેસે લીધી Audi A8L લક્ઝરી કાર, ફક્ત 5.7 સેકન્ડમાં પકડે છે 100ની સ્પીડ