પ્રૉ કબડ્ડી લીગ સિઝન-8ની ચેમ્પીયન બનવા મેટ પર ઉતરશે દિલ્હી-પટના, કયા-કયા ખેલાડીઓ પર રહેશે નજર, જુઓ ટીમ.....
પ્રો કબડ્ડ લીગમાં આજે 25 ફેબ્રુઆરીએ સાંજે 8.30 વાગે સિઝન 8ની ફાઇનલ મેચ રમાશે.
Pro Kabaddi League 2021-22, Final : આજે પ્રૉ કબડ્ડી લીગ (Pro Kabaddi League)ની સિઝન 8ની ચેમ્પીયન બનવા માટે મેટ પર બે દમદાર ટીમો આમને સામને જોવા મળશે, એકબાજુ ત્રણ વારની ચેમ્પીયન ટીમ પટના પાયરેટ્સ છે તો બીજી બાજુ ગઇ સિઝનની ઉપવિજેતા ટીમ દબંગ દિલ્હી કેસી છે. પટના (Patna Pirates) અને દિલ્હી (Dabang Delhi KC) બન્ને ટીમો સ્ટાર ખેલાડીઓથી ભરેલી છે, જુઓ અહીં બન્નેની ટીમના ખેલાડીઓ..........
બન્ને ટીમોના સંભવિત શરૂઆતી 7 ખેલાડીઓ-
પટના પાયરેટ્સ ટીમ-
પ્રશાંત કુમાર રાય (કેપ્ટન)
સચિન તંવર (રેડર)
ગુમાન સિંહ (રેડર)
નીરજ કુમાર (ડિફેન્ડર)
મોહમ્મદરજા ચિયાનેહ (ડિફેન્ડર)
સાજિન ચંદ્રશેખર (ડિફેન્ડર)
સુનિલ (ડિફેન્ડર)
દબંગ દિલ્હી કેસી ટીમ-
જોગિન્દર નરવાલ (કેપ્ટન)
નવીન કુમાર (રેડર)
જીવા કુમાર (ડિફેન્ડર)
મંજિત છિલ્લર (ડિફેન્ડર)
આશુ મલિક (ઓલરાઉન્ડર)
સંદીપ નરવાલ (ઓલરાઉન્ડર)
વિજય મલિક (રેડર)
𝐀𝐀𝐊𝐇𝐑𝐈 𝐁𝐀𝐀𝐙𝐈, 𝐀𝐀𝐊𝐇𝐑𝐈 𝐏𝐀𝐍𝐆𝐀 💥
— ProKabaddi (@ProKabaddi) February 24, 2022
Pirate Hamla ya Delhi ki Dabang-giri - #VIVOProKabaddi Season 8 ki aakhri salaam hogi kiske naam? 👀
🎟️: #PATvDEL
⏰: 25th February,8:30 PM
📺: Star Sports Network
📱: Disney+Hotstar
💻: https://t.co/EWWLNME5nc#SuperhitPanga pic.twitter.com/cNn1B5N8IB
શું કહે છે આંકડાઓ-
પ્રૉ કબડ્ડી લીગના ઇતિહાસમાં પટના પાયરેટ્સ અને દબંગ દિલ્હી કેસીની વચ્ચે અત્યાર સુધી 14 મેચો રમાઇ છે, જેમાં પટના પાયરેટ્સને 7 વાર સફળતા મળી છે, તો દિલ્હી ત્રણવારની ચેમ્પીયનને 6 વાર માત આપી ચૂકી છે. આ સિઝનમાં રમાયેલી બન્ને મેચોમાં પટનાને હારનો સામનો કરવો પડ્યો હતો. એટલુ જ નહીં સિઝન 7માં પણ પટનાને દિલ્હી વિરુદ્ધ એકપણ મેચમાં જીત ન હતી મળી. બન્ને વચ્ચે એક મેચ માત્ર બરાબરી પર ખતમ થયો હતો. સિઝન 8માં પટના પાયરેટ્સ અને દબંગ દિલ્હીની વચ્ચે લીગમાં બે મેચો રમાઇ છે. જેમાં બન્ને વાર પટનાને હારનો સામનો કરવો પડ્યો છે.
આજે ક્યારે અને ક્યાં જોઇ શકાશે મેચ. વાંચો અહીં.....
1. પ્રૉ કબડ્ડી લીગની ફાઇનલ મેચમાં કઇ કઇ ટીમો વચ્ચે થશે મુકાબલો ?
પ્રૉ કબડ્ડી લીગની સિઝન 8માં આજે ફાઇનલ મેચ રમાશે, આજે ખિતાબ માટે પટના પાયરેટ્સ અને દબંગ દિલ્હી કેસી આમને સામને થશે.
2. આ મેચ ક્યારે રમાશે ?
પ્રો કબડ્ડ લીગમાં આજે 25 ફેબ્રુઆરીએ સાંજે 8.30 વાગે સિઝન 8ની ફાઇનલ મેચ રમાશે.
3. મેચ કઇ ચેનલ પર જોઇ શકાશે ?
સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની કેટલીય ચેનલો પર પ્રૉ કબડ્ડી લીગ (Pro Kabaddi)ની તમામ મેચો લાઇવ ટેલિકાસ્ટ થઇ રહી છે. આમાં સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી, સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી એચડી, સ્ટાર સ્પોર્ટ્સ 2, સ્ટાર સ્પોર્ટ્સ 2 એચડી, સ્ટાર સ્પોર્ટસ્ 1 તેલુગુ, સ્ટાર સ્પોર્ટ્સ 1 તામિલ, સ્ટાર સ્પોર્ટ્સ કન્નડ ચેનલ સામેલ છે.
4. મેચને ક્યાંથી જોઇ શકાશે ઓનલાઇન ?
પ્રૉ કબડ્ડી લીગની મેચને ડિઝ્ની+હૉટસ્ટાર એપ પર મેચનુ લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકાય છે.