શોધખોળ કરો
Advertisement
પુલવામા થયેલા આંતકી હુમલાને લઈને ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે શું કર્યું ટ્વિટ? જાણો વિગત
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર ગુરૂવારે થયેલા આતંકવાદી હુમલામાં 40 જવાન શહીદ થયા હતાં. જેને લઈને સમગ્ર દેશમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. પૂર્વ ભારતીય ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે પણ આ વાતને લઈને શોક પ્રગટ કર્યો હતો અને ઈજાગ્રસ્ત જવાનોના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી.
સેહવાગે ટ્વિટર પર લખ્યું હતું કે, ‘જમ્મુ-કાશ્મીરમાં આપણા સીઆરપીએફ જવાનો પર આ રીતે કાયરતા પૂર્વક હુમલાથી ખૂબ દુઃખી છું. જેમાં આપણા બહાદૂર જવાન શહીદ થયા છે. આ દુઃખ વ્યક્ત કરવામાં કોઈ પણ શબ્દો પર્યાપ્ત નહીં હોય. ઈજાગ્રસ્ત જવાનો જલ્દી સારા થવાની પ્રાર્થના કરું છું. આ સાથે તેણે હેશટેગ કરીને લખ્યું હતું કે, સુધરી જાવ નહીંતર સુધારી દઈશું.
અન્ય કેટલાંક ખેલાડીઓએ પણ આ હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. દિગ્ગજ બોક્સર મેરી કોમે લખ્યું, હું આ હુમલાના નિંદા કરું છું અને શહીદ થયેલા બહાદુર જવાનો અને તેમના પરિવારો માટે પ્રાર્થના કરું છું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
બિઝનેસ
Advertisement