શોધખોળ કરો
પ્રદૂષણઃ ભારત-બાંગ્લાદેશ મેચ અગાઉ અશ્વિને કહ્યુ- દિલ્હી-NCRમાં સ્થિતિ ડરામણી
નોંધનીય છે કે ટીમ ઇન્ડિયા દિલ્હીમાં રવિવારે ત્રણ ટી-20 મેચની સીરિઝની પ્રથમ મેચ રમવાની છે

નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણની ભયાનક સ્થિતિ ચર્ચાનો વિષય બની છે. હવે તેને લઇને ટીમ ઇન્ડિયાના સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિને ટ્વિટ કરી ચિંતા વ્યક્ત કરી છે. અશ્વિને કહ્યું કે, દિલ્હીમાં હવાની ગુણવતા ખરેખર ડરામણી છે. જે ઓક્સિજન આપણે શ્વાસમાં લઇએ છીએ તે આ ગ્રહ પર માનવ જાતિ માટે મૂળ આવશ્યકતા છે. આ વાસ્તવમાં ઇમરજન્સી છે.
નોંધનીય છે કે ટીમ ઇન્ડિયા દિલ્હીમાં રવિવારે ત્રણ ટી-20 મેચની સીરિઝની પ્રથમ મેચ રમવાની છે અને તે અગાઉ પ્રદૂષણની સ્થિતિને જોતા આ મેચ રદ કરવાની માંગ કરાઇ હતી. બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે, અચાનક મેચ રદ કરી શકાય નહી અને ના તેને કોઇ અન્ય સ્થળે ખસેડી શકાય. જ્યારે બાંગ્લાદેશ સામેની આ મેચમાં કેપ્ટનશીપ કરી રહેલા રોહિત શર્માએ પણ મેચ રમાડવાના પક્ષમાં વાત કરી હતી. દિવાળી બાદ દિલ્હી-એનસીઆર ગેસ ચેમ્બર બની ગયું છે. લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. ગઇકાલે ઇપીસીએ દિલ્હીમાં હેલ્થ ઇમરજન્સી જાહેર કરી હતી.The quality of air in Delhi is really scary, the oxygen we breathe is the basic requisite for mankind on this planet. This indeed is emergency. #AirQualityIndex #pollution
— Ashwin Ravichandran (@ashwinravi99) November 2, 2019
વધુ વાંચો





















