શોધખોળ કરો
રણજી ટ્રોફીની સેમી ફાઇનલમાં પ્રેક્ષકોએ પૂજારાનો હુરિયો બોલાવી કહ્યો ચીટર, જાણો શું છે મામલો
1/4

રણજી ટ્રોફી 2018-19 સીઝનની સેમીફાઇનલમાં પૂજારા સૌરાષ્ટ્ર તરફથી કર્ણાટક સામે મેદાનમાં ઉતર્યો. પ્રથમ ઈનિંગમાં અભિમન્યુ મિથુનની બોલિંગમાં પૂજારાના બેટને અડીને બોલ વિકેટકિપર પાસે ગયો, પરંતુ એમ્પાયરે નોટ આઉટ આપ્યો. પૂજારા આઉટ હોવા છતાં મેદાન પર ઉભો રહ્યો. જેને લઈ કર્ણાટકના ફેન્સ ઘણા નારાજ થયા. પૂજારા જેવો દિગ્ગજ ખેલાડી ઇમાનદારી દર્શાવીને મેદાન છોડી જશે તેવી ફેન્સને આશા હતી.
2/4

બીજી ઈનિંગ દરમિયાન પૂજારા જ્યારે બેટિંગમાં આવ્યો ત્યારે કર્ણાટકના ફેન્સે તેનો હુરિયો બોલાવીને તેમનો ગુસ્સા વ્યક્ત કર્યો. ફેન્સના એક ગ્રુપે તેને ચીટર કહીને પણ બોલાવ્યો. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
Published at : 27 Jan 2019 07:18 PM (IST)
View More





















