શોધખોળ કરો
Advertisement
કોહલીની પસંદ પર કપિલ દેવે મારી મહોર, રવિ શાસ્ત્રી જ રહેશે ટીમ ઇન્ડિયાના કોચ
કપિલ દેવના નેતૃત્વવાળી કમિટીએ આજે મુંબઈમાં પત્રકાર પરિષદ કરી ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે રવિ શાસ્ત્રીને યથાવત રાખવાની જાહેરાત કરી હતી.
મુંબઈ: ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે રવિ શાસ્ત્રીને યથાવત રાખવામાં આવ્યા છે. કપિલ દેવના નેતૃત્વવાળી કમિટીએ આજે મુંબઈમાં પત્રકાર પરિષદ કરી ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે રવિ શાસ્ત્રીને યથાવત રાખવાની જાહેરાત કરી હતી. કપિલ દેવની આગેવાનીમાં ક્રિકેટ એડવાઈઝરી કમિટીએ ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ માટે ઇન્ટરવ્યૂ લીધા હતા. રવિ શાસ્ત્રી 2021 સુધી ટીમ ઈન્ડિયાના હેડ કોચ રહેશે.
રવિ શાસ્ત્રી ભારતના હેડ કોચ બનવા હોટ ફેવરિટ હતા. રવિ શાસ્ત્રી અત્યારે ટીમ સાથે વેસ્ટ ઇન્ડિઝમાં છે, આ ટુર પછી તેમનો કરાર સમાપ્ત થયો હતો. કેપ્ટન વિરાટ કોહલી તેને સપોર્ટ કરતો હોવાથી તે આ રેસમાં અન્ય ઉમેદવારો કરતા આગળ હતા. સ્કાઇપ દ્વારા શાસ્ત્રીનું ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું.The CAC reappoints Mr Ravi Shastri as the Head Coach of the Indian Cricket Team. pic.twitter.com/vLqgkyj7I2
— BCCI (@BCCI) August 16, 2019
ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ માટે 6 નામ શોર્ટલિસ્ટ થયા હતા, જેમાં રવિ શાસ્ત્રી પણ સામેલ હતા. કપિલ દેવના આગેવાનીવાળી ક્રિકેટ એડવાઈઝરી કમિટીની પ્રથમ પસંદ બન્યા રવિ શાસ્ત્રી. આ કમિટીમાં અંશુમન ગાયકવાડ અને શાંતા રંગાસ્વામી પણ સામેલ છે.The CAC addresses the media in Mumbai. pic.twitter.com/nmeZjWk5Yp
— BCCI (@BCCI) August 16, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
સમાચાર
ગુજરાત
Advertisement