શોધખોળ કરો
ચોગ્ગા-છગ્ગાની ફટકાબાજી કરીને ઋષભ પંતે તોડ્યો ધોનીનો આ ખાસ રેકોર્ડ, જાણો રેકોર્ડ વિશે
વેસ્ટ ઇન્ડિઝ તરફથી મળેલા 147 રનોના લક્ષ્યને ભારતે 19.1 ઓવરમાં જીતી લીધી હતી. મેચમાં ઋષભ પંતે શાનદાર ફટકાબાજી કરીને 42 બૉલમાં 65 રન બનાવ્યા હતા, જેમાં 4 ચોગ્ગા- 4 છગ્ગા સામેલ હતાં

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમે ગઇકાલે વેસ્ટ ઇન્ડિઝ સામે ત્રીજી અને અંતિમ ટી20 જીતીને કેરેબિયન ટીમનું વ્હાઇટ વૉશ કર્યુ હતુ. ભારતે 3-0થી સીરીઝ જીતી. મેચ જીત્યા બાદ કોહલીએ યુવા વિકેટકીપર ઋષભ પંતના વખાણ કર્યા હતા. પંતે કોહલી સાથે મળીને અર્ધશતકીય ઇનિંગ રમી અને ટીમને જીત અપાવી હતી. મેચમાં ઋષભ પંતના નામે એક ખાસ રેકોર્ડ નોંધાયો છે. ઋષભ પંતે વિકેટકીપર બેટ્સમેન તરીકે ધોનીના એક ખાસ રેકોર્ડને તોડી નાંખ્યો છે. આંતરરાષ્ટ્રીય ટી20 મેચમાં ભારત તરફથી સૌથી વધુ રન બનાવનારો વિકેટકીપર બેટ્સમેન બની ગયો છે. પંત પહેલા મહેન્દ્ર સિંહ ધોનીના નામે આ રેકોર્ડ હતો. ધોનીએ વિકેટકીપર તરીકે ટી20માં વર્ષ 2017માં બેગ્લુંરુમાં ઇંગ્લેન્ડ સામે 56 રનની ઇનિંગ રમી હતી. હવે ઋષભ પંતે ધોનીને પછાડીને આ રેકોર્ડ તોડી નાંખ્યો છે. પંતે વેસ્ટ ઇન્ડિઝ સામે વિકેટકીપર બેટ્સમેન તરીકે 65 રનની ઇનિંગ રમીને રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
ટી20માં હાઇએસ્ટ રન બનાવનારા વિકેટકીપર બેટ્સમેન -65* ઋષભ પંત, વેસ્ટ ઇન્ડિઝ સામે 2019માં -56 ધોની, ઇંગ્લેન્ડ સામે 2017માં -52* ધોની, સાઉથ આફ્રિકા સામે 2018માં
વેસ્ટ ઇન્ડિઝ તરફથી મળેલા 147 રનોના લક્ષ્યને ભારતે 19.1 ઓવરમાં જીતી લીધી હતી. મેચમાં ઋષભ પંતે શાનદાર ફટકાબાજી કરીને 42 બૉલમાં 65 રન બનાવ્યા હતા, જેમાં 4 ચોગ્ગા- 4 છગ્ગા સામેલ હતાં.

વધુ વાંચો