શોધખોળ કરો
Advertisement
ઋષભ પંત ઇંગ્લેન્ડ રવાના, ઇજાગ્રસ્ત ધવનની જગ્યાએ વર્લ્ડકપમાં મળી શકે છે મોકો
આ અગાઉ ઇંગ્લેન્ડના પૂર્વ બેટ્સમેન કેવિન પીટરસને પણ પંતને ટીમમાં તાત્કિલક ધોરણે સમાવવાની વકીલાત કરી હતી
નવી દિલ્હીઃ વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત ઇજાગ્રસ્ત બેટ્સમેન શિખર ધવનના ઓપ્શન તરીકે ઇંગ્લેન્ડ રવાના થઇ ગયો છે. જોકે, ધવન ઇંગ્લેન્ડમાં જ રહેશે અને બીસીસીઆઇની મેડિકલ ટીમની દેખરેખમાં રહેશે. બીસીસીઆઇએ પંતને ઇંગ્લેન્ડ જવા માટે લીલી ઝંડી આપી દીધી છે, પંત ઇંગ્લેન્ડ માટે રવાના થઇ ગયો છે અને ટીમ સાથે જોડાયા બાદ પ્રેક્ટિસ શરૂ કરી દેશે.
વર્લ્ડકપ માટે જ્યારે ટીમનું સિલેક્શન કરવામાં આવ્યુ હતુ ત્યારે પસંદગીકારોએ પંતને નજરઅંદાજ કર્યો હતો. જોકે, 21 વર્ષીય પંત શરૂઆતમાં પ્લેઇંગ ઇલેવનમાં સિલેક્ટ નથી થાય કેમકે ધવન પર અંતિમ નિર્ણય લીધા બાદ જ તેને મોકો મળવાની સંભાવના છે.
આ અગાઉ ઇંગ્લેન્ડના પૂર્વ બેટ્સમેન કેવિન પીટરસને પણ પંતને ટીમમાં તાત્કિલક ધોરણે સમાવવાની વકીલાત કરી હતી.
ઓસ્ટ્રેલિયા સામે કૂલ્ટર નાઇલનો દડો વાગતા ધવન ફિલ્ડિંગમાં પણ ન હતો આવી શક્યો, તેની જગ્યાએ રવિન્દ્ર જાડેજાને મેદાનમાં મોકલવામાં આવ્યો હતો.Shikha OUT the World Cup.
Get Pant on the plane ASAP. KL Rahul to open and Pant at number 4... — Kevin Pietersen???? (@KP24) June 11, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement