રિષભ પંતે 77મી ઓવરમાં બેટિંગ માટે આવ્યો હતો ત્યારે આદિલ રશીદની ઓવરમાં બીજા બોલે છગ્ગો ફટકારી ખાતું ખોલાવ્યું હતું. ત્યાર બાદ પ્રથમ દિવસના અંત સુધી રિષભ પંતે 22 રન બનાવી અણનમ રહ્યો હતો. આદે તેની પાસે આશા છે કે ઈંગ્લેન્જ સામે સારુ પ્રદર્શન કરે જેથી ટીમ ઈન્ડિયા મેચ પર પોતાની પકડ મજબૂત બનાવી શકે.
2/5
ટેસ્ટના પ્રથમ દિવેસ વિરાટ અને રહાણેની વચ્ચે થયેલી શાનદાર ભાગીદારી સિવાય બીજા એક ખેલાડીએ તમામ ભારતીયનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે, તે છે રિષભ પંત.
3/5
રિષભ પંતે ટેસ્ટ ક્રિકેટમાં સિક્સ ફટકારીને ખાતુ ખોલાવાનારો પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે, એટલુંજ નહી તે વિશ્વનો ક્રિકેટના ઇતિહાસમાં છગ્ગો મારીને ખાતું ખોલાવનાર 12મો બેટ્સમેન બની ગયો છે.
4/5
નોટિંઘમ: ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે સીરીઝની ત્રીજી ટેસ્ટમાં કેપ્ટન વિરાટ કોહલી અને અજિંક્ય રહાણે વચ્ચે 159 રનોની ભાગીદારીથી ટીમ ઈન્ડિયા પ્રથમ દિવસે 6 વિકેટ ગુમાવી 307 રન બનાવી લીધા છે.
5/5
પહેલીવાર ટેસ્ટ ટીમમાં સામેલ થયેલા રિષભ પંતે શનિવારે ડેબ્યૂ કર્યું હતું અને તેણે ડેબ્યૂ કરતાંની સાથેજ ટેસ્ટ ક્રિકેટમાં પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી છે.