હારની સાથે સાથે દંડાયો કેપ્ટન રોહિત શર્મા, મેચ રેફરીએ ફટકાર્યો 12 લાખ રૂપિયાનો દંડ, જાણો કેમ
દિલ્હીની ઇનિંગ વખતે સ્લૉ ઓવર રેટ (Slow Over Rate) માટે રેફરીએ તેને 12 લાખનો દંડ (12 Lakh Fined) ફટકાર્યો છે. આ સિઝનમાં રોહિત શર્માની આ પહેલી ભૂલ છે.
મુંબઇઃ આઇપીએલમાં (IPL 2021) કાલે મુંબઇ (Mumbail Indians) અને દિલ્હી (Delhi Capitals) વચ્ચે જોરદાર મેચ રમાઇ, મેચમાં મુંબઇને દિલ્હીના હાથે કારમો પરાજય સહન કરવાનો વારો આવ્યો, હવે ટીમના કેપ્ટને રોહિત શર્માને (Rohit Sharma) એકબાજુ હાર તો બીજી બાજુ દંડ એ બે બાજુનો માર પડ્યો છે. દિલ્હીની ઇનિંગ વખતે સ્લૉ ઓવર રેટ (Slow Over Rate) માટે રેફરીએ તેને 12 લાખનો દંડ (12 Lakh Fined) ફટકાર્યો છે. આ સિઝનમાં રોહિત શર્માની આ પહેલી ભૂલ છે. મેચ બાદ આઇપીએલ દ્વારા જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર, આઇપીએલના કૉડ ઓફ કન્ડક્ટમાં ઓવર રેટનો જે નિયમ છે, રોહિતની કેપ્ટનશીપમાં મુંબઇની ટીમે પહેલીવાર તેનુ ઉલ્લંઘન કર્યુ છે, એટલા માટે તેના પર 12 લાખ રૂપિયાનો દંડ (12 Lakh Fined) ફટકારવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે આઇપીએલ કૉડ ઓફ કન્ડક્ટ (IPL Code of Conduct) અનુસાર, પહેલીવાર સ્લૉ ઓવર રેટ (Slow Over Rate) માટે કેપ્ટનની ઉપર 12 લાખ રૂપિયાનો દંડ થાય છે, જો તે બીજીવાર આ ભૂલ કરે છે તો તેના પર 24 લાખ રૂપિયાનો દંડ થાય છે, સાથે પ્લેઇંગ ઇલેવના દરેક સભ્ય પર તેની મેચ ફીનો 25 ટકા કે પછી 6 લાકનો દંડ (બન્નેમાંથી જે ઓછો હોય તે) લગાવવામાં આવે છે. જો કોઇ કેપ્ટન ત્રીજીવાર આ ભૂલ કરે છે તો તેના પર 30 લાખ રૂપિયાના દંડની સાથે સાથે એક મેચનો પ્રતિબંધ પણ લાગી જાય છે. આ સ્થિતિમાં પ્લેઇંગ ઇલેવન પર તેની મેચ ફીનો 50 ટકા કે પછી 12 લાખનો દંડ (બન્નેમાંથી જે ઓછો હોય તે) લગાવવામાં આવે છે.
એક ટીમને 90 મિનીટમાં પુરી કરવાની હોય છે 20 ઓવર....
આઇપીએલના કૉડ ઓફ કન્ડક્ટ અનુસાર, આઇપીએલની આ સિઝનમાં ઇનિંગમાં એક કલાકમાં 14.1 ઓવર પ્રતિ કલાકની ઓવર રેટથી બૉલિંગ કરવી ફરજિયાત છે. સ્ટ્રેટેજિક ટાઇમ આઉટ કે અન્ય કોઇ વ્યવધાનને હટાવીને એક ટીમને 90 મિનીટમાં પોતાના બૉલરોનો 20 ઓવરનો કોટા ખતમ કરવાનો હોય છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લી કેટલીક સિઝનમાં આઇપીએલની મેચ પોતાના નક્કી સમયથી લાંબી ખેંચાઇ રહી હતી, આને ધ્યાનમાં રાખતા આ ટૂર્નામેન્ટના આયોજકોએ ઓવર રેટને લઇને કડક નિયમો લાગુ કર્યા છે.