શોધખોળ કરો
Advertisement
મેચ હાર્યા પણ 'હિટમેન' રોહિતે તોડ્યો ધોનીનો આ મોટો રેકોર્ડ, જાણો વિગતે
દિલ્હીની ટી20 મેચ રમતાની સાથે જ રોહિત શર્મા સૌથી વધુ ટી20 ઇન્ટરનેશનલ મેચો રમવાના મામલે ટૉપ પર પહોંચી ગયો છે. મહેન્દ્ર સિંહ ધોનીને 98 ટી20 મેચો રમી હતી
નવી દિલ્હીઃ બાંગ્લાદેશ સામેની પ્રથમ ટી20 મેચમાં ભારતીય ટીમ હારી ગઇ, સતત 8 ટી20માં હારનો સામનો કર્યા બાદ આખરે બાંગ્લાદેશે ભારતને દિલ્હીમાં હારવી દીધુ. મેચ ભલે ભારત હારી ગયુ પણ મેચમાં કેપ્ટનશી કરી રહેલા હિટમેન રોહિત શર્માના નામે એક ખાસ રેકોર્ડ નોંધાયો છે, રોહિતે ધોનીના રેકોર્ડ તોડીને આફ્રિદીની બરાબરી કરી છે.
દિલ્હીની ટી20 મેચ રમતાની સાથે જ રોહિત શર્મા સૌથી વધુ ટી20 ઇન્ટરનેશનલ મેચો રમવાના મામલે ટૉપ પર પહોંચી ગયો છે. મહેન્દ્ર સિંહ ધોનીને 98 ટી20 મેચો રમી હતી, હવે રોહિત શર્માઆ આંકડો વટાવીને 99 ટી20 રમી ચૂક્યો છે.
રોહિત ધોનીને પાછળ પાડીને ભારત તરફથી સૌથી વધુ ટી20 રમનારો ખેલાડી બની ગયો છે. જોકે આ મામલે વર્લ્ડ લેવલે રોહિતે શાહિદ આફ્રિદીની બરાબરી કરી છે, આફ્રિદી પણ 99 ટી20 ઇન્ટરનેશનલ મેચો રમી ચૂક્યો છે. દુનિયામાં સૌથી વધુ ટી20 શોએબ મલિકએ 111 મેચો રમી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
સુરત
બિઝનેસ
દેશ
Advertisement