શોધખોળ કરો
Advertisement
હવે ધોની નહીં પણ આ ખેલાડી ટીમ ઇન્ડિયાનો નવો ફિનિશર બનશે? રોહિત શર્માએ આપ્યા સંકેત
મેચ બાદ રોહિત શર્માએ ઈંગ્લેન્ડની ટીમની પ્રશંસા કરી અને ભારતીય ટીમ માટે શું જરુરી હતું તે પણ જણાવ્યું.
નવી દિલ્હીઃ બેસ્ટ ફિનિશર તરીકે જાણીતા ધોનીએ ઇંગ્લેન્ડ સામે પોતાની પ્રતિભા પ્રમાણે ન રમતા ફેન્સ તેના અને જાદવ પર ભડક્યા હતા. સોશિયલ મીડિયા પર ધોની અને જાધવના ખૂબ ટીકા થઈ રહી છે. ગાંગુલીએ પણ ભારતીય ટીમની સ્લો બેટિંગ સામે નારાજગી વ્યક્ત કરી હતી. ધોની હવે બેસ્ટ ફિનિશર નથી રહ્યો? ત્યારે હવે ગૂડ ફિનિશર તરીકે એક નવું નામ સામે આવ્યું જેનો ઉલ્લેખ મેચ બાદ રોહિત શર્માએ કર્યો છે.
મેચ બાદ રોહિત શર્માએ ઈંગ્લેન્ડની ટીમની પ્રશંસા કરી અને ભારતીય ટીમ માટે શું જરુરી હતું તે પણ જણાવ્યું. રોહિતે કહ્યું કે, “હું પ્રયત્ન કરતો હતો કે વધારે ઓવર સુધી ટકી રહું અને ટીમ ટાર્ગેટની નજીક પહોંચતી રહે.”
રોહિતે જણાવ્યું કે, “આવો સ્કોર હોય ત્યારે એક X ફેક્ટરની જરૂર હોય છે, જે 30-40 બોલમાં 70 જેવા રન કરી શકે, હાર્દિક સારું રમી રહ્યો હતો, પણ તે પોતાની રમત ચાલું રાખી શક્યો નહીં.” અહીં રોહિતે સંકેત આપ્યો છે કે હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાનો નવો ફિનિશર બની શકે છે.
પાછલી ઘણી મેચોથી ધોનીની ફિનિશર તરીકેની ભૂમિકામાં બદલાવ આવ્યો છે, અને ટીમે હવે નવા ફિનિશરને તૈયાર કરવાની જરૂર છે. જેમાં હાલ હાર્દિક પંડ્યા એકદમ ફીટ બેસે છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
બિઝનેસ
આરોગ્ય
Advertisement