જયપુરઃ મંગળવારે રાજસ્થાન રોયલ્સે કિંગ્સ ઇલેવન પંજાબ સામેની મેચ જીતીને આઈપીએલ પ્લેઓફમાં પ્રવેશવાની આશા જીવંત રાખી છે. જીત માટે 159 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાને ઉતરેલી પંજાબની ટીમનો 15 રને પરાજય થયો હતો.
2/7
ગેલની વિકેટ લીધાના 2 બોલ બાદ તેણે પંજાબના કેપ્ટન આર અશ્વિનને પણ આઉટ કર્યો હતો. જે બાદ ગૌથમે સેલિબ્રેશન કર્યું હતું. ગૌથમે કહ્યું કે, શેન વોર્ન સાથે કામ કરવાનો અનુભવ કામ લાગ્યો અને તેના ઇનપુટ પણ ઈન્ડિયા એ ટુરમાં મદદ કરશે.
3/7
આઈપીએલ 2018 ઓક્શનમાં કોઈ ખરીદદાર ન મળ્યા બાદ પંજાબે 2 કરોડમાં ક્રિસ ગેલને કરારબદ્ધ કર્યો હતો. ક્રિસ ગેલ ચાલુ સીઝનમાં સારા ફોર્મમાં જોવા મળી રહ્યો છે અને આઈપીએલમાં અત્યાર સુધીમાં 300થી વધારે રન બનાવી ચુક્યો છે.
4/7
ગૌથમે કહ્યું કે, અમે ટીમ મીટિંગમાં ક્રિસ ગેલને કેવી રીતે આઉટ કરવો તેનો પ્લાન બનાવ્યો હતો. તેથી મારે ગેલને કેવી રીતે આઉટ કરવો તે અંગે વધારે વિચાર કરવાની જરૂર નહોતી. પ્લાન મુજબ મેં બોલિંગ કરી અને ગેલની વિકેટ લીધી.
5/7
ગૌથમે કહ્યું કે લેગ સાઇડ તરફ બોલ નાંખ્યો અને ગેલ આગળ વધીને શોટ ફટકારવાના પ્રયાસમાં સ્ટમ્પ આઉટ થયો. ગૌથમે વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેનને આઉટ કરવા કેવો પ્લાન બનાવ્યો હતો તે અંગે આઈપીએલ વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો.
6/7
રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓ સાથે શેન વોર્નની સેલ્ફી
7/7
IPLમાં કરેલા શાનદાર પ્રદર્શન બદલ ગૌથમની ઈન્ડિયા એ ટીમમાં ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ સામે રમાનારી વનડે ટીમમાં પણ પસંદગી કરવામાં આવી છે.