શોધખોળ કરો
Advertisement
INDvNZ: ભારતની હારથી નિરાશ સચિને આ રીતે કાઢી પોતાની ભડાસ, કહ્યું- જરૂરી નથી કે દર વખતે…
સચિને માત્ર ધોનીનો સપોર્ટ જ નહીં પરંતુ વિરાટ કોહલી અને રોહિત શર્મા અને અન્ય ખેલાડીઓને પોતાનો રોલ સમજવાની સલાહ પણ આપી છે.
નવી દિલ્હીઃ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ વર્લડકપ સેમી ફાઈનલમાં મહેન્દ્ર સિંહ ધોની અને રવિન્દ્ર જાડેજાના વખાણ કર્યા પરંતુ સાથે જ કહ્યું કે, ભારતીય બેટ્સમેનો પરિણામ માટે હંમેશા માટે ટોપ ઓર્ડર પર આધાર ન રાખી શકે. નિરાશ જોવા મળી રહેલ તેંડુલકરે કહ્યું કે, ભારીતય બેટ્સમોનેએ 240 રનનો ટાર્ગેટને ખૂબ મોટો બનાવી દીધો. ન્યૂઝીલેન્ડ સામે 18 રને હારની સાથે ભારત વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઈ ગયું.
સચિને માત્ર ધોનીનો સપોર્ટ જ નહીં પરંતુ વિરાટ કોહલી અને રોહિત શર્મા અને અન્ય ખેલાડીઓને પોતાનો રોલ સમજવાની સલાહ પણ આપી છે. ભારતીય ટીમની હાર બાદ સચિને કહ્યું કે ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ 240 રનના લક્ષ્યને ઘણો મોટો બનાવી દીધો. સચિને કહ્યું કે, ‘હું નિરાશ છું કારણ કે આપણે માત્ર 240 રનોના લક્ષ્યને પાર કરવાની જરૂર હતી. આ મોટો સ્કોર નથી.’
ઉપરાંત સચિને કહ્યું કે,‘આપણે હંમેશા રોહિત શર્મા અથવા મજબૂત શરૂઆત માટે વિરાટ કોહલી પર નિર્ભર રહેવાની જરૂર નથી. ટીમના અન્ય ખેલાડીઓએ પણ વધુ જવાબદારી લેવાની જરૂર છે.’
તેંડુલકરે કહ્યું કે, ‘દર વખતે ધોની પાસેથી જ મેચને ફિનિશ કરવાની આશા રાખવી તે સારી વાત નથી. તે દરેક વખતે આમ કરતો આવ્યો છે’. તો ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણે કહ્યું કે, ધોની અને જાડેજા ભલે મેચને પૂરી ન કરી શક્યા પરંતુ તેઓ શાનદાર હતા. રવિન્દ્ર જાડેજા ધોની સાથે મળીને સારી રીતે રમ્યો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
દેશ
Advertisement