Ram Mandir: સચિનથી લઈ સાયના નેહવાલ સુધી, પ્રાણ પ્રતિષ્ઠામાં પહોંચ્યા ખેલ જગતના દિગ્ગજો
આ ઐતિહાસિક ક્ષણનો ભાગ બનવા માટે રમત જગતના ઘણા દિગ્ગજ ખેલાડીઓ પણ અયોધ્યા પહોંચ્યા હતા. આ ભવ્ય સમારોહમાં સચિન તેંડુલકર, સાઇના નેહવાલ, વેંકટેશ પ્રસાદ, મિતાલી રાજ સહિત ઘણા ખેલાડીઓએ ભાગ લીધો હતો.

અયોધ્યા નગરીમાં ભગવાન શ્રી રામ મંદિરમાં બિરાજમાન થયા છે. ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઐતિહાસિક ક્ષણનો ભાગ બનવા માટે રમત જગતના ઘણા દિગ્ગજ ખેલાડીઓ પણ અયોધ્યા પહોંચ્યા હતા. આ ભવ્ય સમારોહમાં સચિન તેંડુલકર, સાઇના નેહવાલ, વેંકટેશ પ્રસાદ, મિતાલી રાજ સહિત ઘણા ખેલાડીઓએ ભાગ લીધો હતો.
A look at sports personalities who attended 'Pran Pratishtha' ceremony in Ayodhya
— ANI Digital (@ani_digital) January 22, 2024
Read @ANI Story | https://t.co/UyErKYCZ0S#RamMandirPranPrathistha #RamTempleAyodhya #pranPratistha #Cricket pic.twitter.com/jEyXIyV7UL
#WATCH | Cricket legend Sachin Tendulkar arrives at the Shri Ram Janmabhoomi Temple in Ayodhya to attend the Ram Temple Pran Pratishtha ceremony#RamMandirPranPrathistha pic.twitter.com/72BLcxUnmp
— ANI (@ANI) January 22, 2024
Ravindra Jadeja capturing the beauty of Shree Ram Temple in Ayodhya. pic.twitter.com/r66tao1FFu
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 22, 2024
સચિન તેંડુલકરે રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં સચિન કુર્તા-પાયજામામાં જોવા મળી રહ્યો છે. માસ્ટર બ્લાસ્ટરે પણ ગળામાં રામનામી પહેરી હતી.વેંકટેશ પ્રસાદે પોતાના એક્સ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પરિવાર સાથે જય શ્રી રામના નારા લગાવતા જોવા મળે છે.
કંગના રનૌતે બતાવી રામ મંદિરની ઝલક
કંગના રનૌતે ઈન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે. લેટેસ્ટ તસવીરોમાં અભિનેત્રી રામ મંદિરની સામે પૉઝ આપતી જોવા મળે છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની સુરક્ષા વ્યવસ્થા પણ કંગનાની પોસ્ટમાં દેખાઈ રહી છે. રામ મંદિરની ઝલકની સાથે અભિનેત્રીએ તેના લુકના ક્લોઝ ફોટો પણ શેર કર્યા છે. અભિનેત્રી ક્રીમ -ગૉલ્ડન રંગની સાડી પહેરેલી જોવા મળે છે, જેના પર 'રામ' લખેલું છે. ઉપરાંત, અભિનેત્રીએ લીલા રંગના પથ્થરોનો નેકલેસ પહેર્યો છે અને સ્ટાઇલ સાથે તેના પરંપરાગત દેખાવને પૂર્ણ કર્યો છે. નેટીઝન્સ કંગના રનૌતની લેટેસ્ટ તસવીરો પર જય શ્રી રામનું નામ લેતા જોવા મળે છે.
અયોધ્યામાં આજે એક ભવ્ય કાર્યક્રમમાં રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. બોલિવૂડના તમામ સેલેબ્સ પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા. આ ખાસ કાર્યક્રમ માટે કંગના રનૌત પણ અયોધ્યા પહોંચી હતી. રામલલાના અભિષેક પછી જ્યારે આકાશમાંથી ફૂલોની વર્ષા થઈ રહી હતી, ત્યારે કંગના પણ ખૂબ જ ખૂશ જોવા મળી હતી. જય શ્રી રામના નારા લગાવતી જોવા મળી હતી. એક્ટ્રેસનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
