શોધખોળ કરો
Advertisement
ભારતના દિગ્ગજ ક્રિકેટરની પત્નીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી વિવાદાસ્પદ તસવીર
આ તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી છે જે ઝડપથી વાયરલ થઈ રહી છે.
રાંચી: કોરોના વાયરસના કારણે દેશમાં લોકડાઉન 3 મે સુધી વધરવાની સાથે જ IPL 2020ને પણ અનિશ્ચિત સમય સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. IPL નહીં થવાના કારણે ફરી એકવાર ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ભવિષ્ય પર સવાલ ઉઠવા લાગ્યા છે. આ સમયે ધોની રાંચીમાં પોતાની પત્ની સાક્ષી અને દીકરી જીવા સાથે સમય પસાર કરી રહ્યો છે. એમએસ ધોનીની પત્ની સાક્ષીએ ઈન્સ્ટાગ્રામ પર વિવાદાસ્પદ તસવીર શેર કરી છે.
સાક્ષી ધોનીએ એમએસ ધોની સાથે એક તસવીર શેર કરી છે. જે સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહી છે. ધોની સોશિયલ મીડિયામાં વધારે એક્ટિવ રહેતો નથી પરંતુ, તેની પત્ની આ બાબતે ઘણી આગળ છે.
સાક્ષીએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટથી પોતાનો અને ધોનીની તસવીર શેર કરી છે. આ તસવીરમાં ધોની બેડ પર સૂતો છે અને તેના હાથમાં મોબાઈલ છે, જેમાં તે કંઈક જોઈ રહ્યો છે. સાથે જ ધોનીના પગ સાક્ષીના ખોળામાં રાખેલા છે. આ દરમિયાન સાક્ષી, ધોનીના પગનો અંગુઠો મોંઢાથી ચાવવાનો પ્રયત્ન કરતી જોવા મળે છે.
આ તસવીર શેર કરતાં સાક્ષીએ કેપ્શનમાં લખ્યું કે , 'એવો સમય જ્યારે તમને મિસ્ટર સ્વીટીની અટેન્શનની ભૂખ હોય. સાક્ષીની આ પોસ્ટ પર ફેન્સ પણ પોતપોતાના રીએક્શન આપી રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement