શોધખોળ કરો
ઓલંપિકમાં મેડલ જીતનાર સાક્ષી મલિકે કરી સગાઈ, આખાડામાં થયો હતો પ્રેમ

નવી દિલ્લી: રિયો ઓલંપિકમાં ભારતને પ્રથમ પદક અપાવનાર મહિલા પહેલવાન સાક્ષી મલિકે રવિવારે રેસલર સત્યવ્રત કાદિયાન સાથે સગાઈ કરી. બંને ધણા વર્ષોથી રોહતકમાં સાથે પ્રક્ટિસ કરી રહ્યા હતા. સત્યવ્રત કાદિયાન રોહતકમાં અખાડો ચલાવતા પહેલવાન સત્યવાનનો પુત્ર છે. સાક્ષી સત્યવ્રતને ધણા સમયથી ઓળખતી હતી. એક રિપોર્ટસ મુજબ સાક્ષીના રિયો ઓલંપિક પહેલા જ બંનેના પરિવાર દ્વારા સગાઈ નક્કી કરી દેવામાં આવી હતી.કહેવાય છે કે બંને વચ્ચે પ્રેક્ટિસ દરમિયાન પ્રેમ થયો હતો. સત્યવ્રત પણ એક રેસલર છે, જેની ઉંમર 22 વર્ષ છે. સત્યવ્રત સાક્ષી કરતા એક વર્ષ નાનો છે. સત્યવ્રત 97 કિલોગ્રામની કેટેગરીમાં રેસલિંગ કરે છે, જેણે 2014માં કોમનવેલ્થ ગેમ્સમાં સિલવર મેડલ જીત્યો હતો. સત્યવ્રતે ધણી પ્રતિયોગીતામાં ભારતનું પ્રતિનિધીત્વ કર્યું છે.
વધુ વાંચો




















