શોધખોળ કરો
ઈન્દોરમાં વિન્ડિઝ સામેની વન ડે મેચ આયોજકોએ રદ કરી, કારણ જાણીને લાગી જશે આંચકો, જાણો વિગત
1/5

સ્ટેડિયમના પેવેલિયનની દર્શક ક્ષમતા 7200 છે. બંધારણ મુજબ આયોજકોને 720 ટિકિટ મળશે. પરંતુ ક્રિકેટ બોર્ડે 1300 ટિકિટ માગી. અહીંથી વિવાદ શરૂ થયો. એમપીસીએ નવા બંધારણનો હવાલો આપી બોર્ડના સીઈઓ રાહુલ જોહરી અને કમીટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સને 3 ઈમેલ (8, 21 અને 24 સપ્ટેમ્બરે) મોકલી જવાબ માગ્યો. જવાબ ન આવતા એસોસિએશને મેચ નહીં કરાવવાનો નિર્ણય કર્યો. આ દરમિયાન બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું કે અમે મેચ શિફ્ટ કરવા નથી માગતા, પરંતુ ટિકિટને મુદ્દો બનાવાશે તો મેચ બીજી જગ્યાએ રમાશે.
2/5

હોલકર સ્ટેડિયમમાં પહેલા થયેલી મેચોમાં લગભગ 19,000 ટિકિટ જ પ્રેક્ષકોને વેચાતી હતી. આ વખતે તે 24,840 થઈ છે. આથી આયોજકો પાસે ટિકિટો ઓછી બચી. પહેલા આયોજક બોર્ડ, સ્પોન્સર, ક્રિકેટ એસો. સાથે સંકળાયેલા પદાધિકારીઓ સહિત અન્ય અધિકારીઓના નજીકના અંદાજે 8500 લોકોને ટિકિટ વહેંચતા હતા. આ વખતે એવું નથી થઈ શક્યું. એવામાં બધી બાજુથી નારાજગીનો સામનો કરવો પડી શકે છે.
Published at : 01 Oct 2018 02:12 PM (IST)
View More





















