શોધખોળ કરો
પ્રાઈમરી સ્કૂલનું પુસ્તક જોઈ સેહવાગ બગડ્યો, શિક્ષણ વિભાગનો લઈ લીધો ઉધડો, જાણો વિગત
1/4

સહેવાગે પોતાના ટ્વિટ પર પ્રાઇમરી શાળાની અંગ્રેજીની પુસ્તકમાં મોટા પરિવારો પર લખવામાં આવેલ વાતો પર આપત્તિ વ્યક્ત કરી છે. આ પુસ્તકમાં વિદ્યાર્થીઓને એવું ભણાવવામાં આવી રહ્યું છે કે, મોટો પરિવાર ક્યારેય સુખી જીવન જીવતો નથી. આ પુસ્તકમાં મોટા પરિવાર પર બે વાક્ય છે. પુસ્તક અનુસાર, મોટા પરિવારની ભાષા છે- ‘મોટા પરિવારમાં માતા-પિતા સિવાય દાદા-દાદી સિવાય ઘણા બાળકો હોય છે. એક મોટો પરિવાર ક્યારેય સુખી જીવન જીવતો નથી.’
2/4

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો પૂર્વ ઓપનર વિરેન્દ્ર સેહવાગ તેના ટ્વિટ માટે જાણીતો છે. તાજેતરમાં તેણે પ્રાઈમરી શાળાના બાળકોના પુસ્તકને લઈ ટ્વિટ કર્યું છે. સેહવાગે ઈંગ્લિશ મીડિયમની ટેક્સ્ટ બુકમાં આપવામાં આવેલા કન્ટેન્ટ પર સવાલ ઉઠાવ્યા છે.
Published at : 06 Aug 2018 09:34 PM (IST)
View More





















