ઉલ્લેખનીય છે કે, ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભારતના મહાન લેગ સ્પિનર અનિલ કુંબલેએ પાકિસ્તાન વિરુદ્ધની ટેસ્ટ મેચમાં એક ઈનિંગમાં 74 રન આપી તમામ 10 વિકેટો ઝડપી ઈતિહાસ રચી દીધો હતો.
2/5
શ્રીકાંતના આ શાનદાર પ્રદર્શનના જોરે તેની ટીમ 135 રને જીતી ગઈ હતી. તેણે 10 વિકેટો લેવા ઉપરાંત બેટથી પણ સારું પ્રદર્શન કર્યું અને 28 બોલમાં એક ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 41 રનની ઈનિંગ રમી. તે આ લીગમાં અત્યાર સુધી 11.49ની સરેરાશથી 33 વિકેટ ઝડપી ચૂક્યો છે.
3/5
ગત વર્ષે પ્રેક્ટિસ પ્રેક્ટિસ દરમિયાન વાઘના ડાબા ઘૂંટણમાં ઈજા થઈ હતી. તેને આશા છે કે, આ સિદ્ધિ બાદ તેને જબરદસ્ત કમબેક કરવામાં મદદ મળશે.
4/5
શ્રીકાંતે કહ્યું કે, ‘મને વિરોધી ટીમની તમામ વિકેટો ઝડપવાની આશા ક્યારેય નહોતી. ઓપરેશનને કારણે ગત વર્ષે બહાર રહ્યાં બાદ હું કમબેક પર સારું પ્રદર્શન કરી રહ્યો છું. ભવિષ્યમાં હું આનાથી સારું પ્રદર્શન કરીશ તેવી મને આશા છે.’
5/5
નવી દિલ્હીઃ ઇંગ્લિશ લીગ ક્રિકેટમાં તમામ દસ વિકેટ લેનાર ડાબોડી બોલર શ્રીકાંત વાઘે કહ્યું કે, વિશિષ્ટ ઉપલબ્ધીથી તેની કારકિર્દીને નવી દિશા મળશે. વાઘે સ્ટોક્સલે ક્રિકેટ ક્લબ તરફતી મિડિલસબોરોગ વિરૂદ્ધ 11.4 ઓવરમાં 39 રન આપીને તમામ દસ વિકેટ ઝડપી હતી.