શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
આ ભારતીય યુવા ખેલાડીએ કેરેબિયન ધરતી પર મચાવી ધૂમ, તોડ્યો ગૌતમ ગંભીરનો રેકોર્ડ
શુભમન ગિલે 19 વર્ષ 334 દિવસની ઉંમરમાં આ ઉપલબ્ધિ મેળવી છે.
નવી દિલ્હીઃ ભારત યુવા બેટ્સમેન શુભમન ગિલે કેરેબિયન ધરતી પર ઈતિહાસ રચ્યો છે. ગુરુવારે તેણે ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં વેસ્ટ ઇન્ડિઝ-એ વિરૂદ્ધ ત્રીજા અનઓફિશિયલ ટેસ્ટ મેચમાં ડબલ સેન્ચુરી ફટકારી હતી. તેની સાથે જ તે ભારતીય પ્રતિનિધિ ટીમ તરફતી રમતા પ્રથમ ક્લાસ ક્રિકેટમાં ડબલ સેન્ચુરી ફટકારનાર ઓછી ઉંમરના બેટ્સમેન બની ગયા છે.
શુભમન ગિલે 19 વર્ષ 334 દિવસની ઉંમરમાં આ ઉપલબ્ધિ મેળવી છે. આ પહેલા આ રેકોર્ડ ગૌતમ ગંભીરના નામે હતો, તેણે 2002માં 20 વર્ષ 124 દિવસની ઉંમરે ઝિમ્બાબ્વે વિરૂદ્ધ બોર્ડ અધ્યક્ષ ઇલેવનની ટીમ માટે ડબલ સેન્ચુરી ફટકારી હતી.
ગિલે 248 બોલમાં અણનમ 204 રન બનાવ્યા, તેમાં તેણે 19 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા. આ શાનદાર ઇનિંગ દરમિયાન તેની સ્ટ્રાઈક રેટ 82.25ની રહી. ટોચના ક્રમના બેટ્સમોનો નિષ્ફળ રહ્યા બાદ ગિલે મોર્ચો સંભાળ્યો હતો. તેણે કેપ્ટન હનુમા વિહારીની સાથે પાંચમી વિકેટ માટે 315 રન અણનમ ભાગીદારી બનાવી. ઉલ્લેખનીય છે કે, ગિલે પહેલી ઇનિંગમાં પ્રથમ બોલ પર જ વિકેટ ગુમાવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion