શોધખોળ કરો
Advertisement
સૌરવ ગાંગુલીના સ્વાસ્થ્યને લઈ હોસ્પિટલે કહ્યું- માત્ર રૂટિન ચેકઅપ માટે આવ્યા હતા દાદા
2 જાન્યુઆરીએ ગાંગુલીને એટેક આવ્યા બાદ કોલકાતાની વુડલેન્ડ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
કોલકાતા: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ અને ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી આજે પોતાના રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. જો કે, હોસ્પિટલ પહોંચતાની સાથે જ એવા સમાચારો આવવા લાગ્યા કે, દાદાની તબીયત એકવાર ફરી બગડી છે અને તેમે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પરંતુ હવે હોસ્પિટલે ખુદ નિવેદન જાહેર કરીને સ્પષ્ટ કરી દીધું છે કે, દાદા માત્ર રુટીન ચેકઅપ માટે હોસ્પિટલ આવ્યા હતા.
હોસ્પિટલે એક પ્રેસ રિલીઝ કરીને જણાવ્યું કે, “સૌરવ ગાંગુલી પોતાના હ્રદયના રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલ આવ્યા હતા. જ્યારે તેઓ ગત વખતે દાખલ થયા બાદ સાજા થઈ ગયા હતા. તેમની તબીયત હવે તેવી જ છે, તેઓ સ્વસ્થ છે, તેમનામાં કોઈ ફેરફાર થયો નથી અને તેમનું મહત્વપૂર્ણ પેરામીટર સ્થિર છે.”
નોંધનીય છે કે, 2 જાન્યુઆરીએ ગાંગુલીને એટેક આવ્યા બાદ કોલકાતાની વુડલેન્ડ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વુડલેન્ડ્સ હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ સૌરવ ગાંગુલીએ હોસ્પિટલના સ્ટાફ અને ડોક્ટરોનો આભાર માન્યો હતો.
તેમણે કહ્યું હતું કે, “હવે હું પૂરી રીતે સ્વસ્થ્ય અનુભવી રહી છું. હું સારવાર માટે હોસ્પિટલમાં ડો્કટરોનો આભાર માનુ છું. હવે હું બિલકુલ ઠીક છું.”હાલમાં હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ગાંગુલીએ ઘરમે આરામ કરવાનો રહેશે. આ દરમિયાન ઘરે જ ગાંગુલીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
સુરત
Advertisement