શોધખોળ કરો
Advertisement
IPL 2020: જાણો કઈ તારીખે રમાશે ફાઇનલ, એક દિવસમાં નહીં રમાય બે મેચ
આઈપીએલ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ, એક દિવસમાં બે મેચ રમાતી તે ઈતિહાસ બની શકે છે.
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020ની શરૂઆત મુંબઈમાં 29 માર્ચથી વાનખેડે સ્ટેડિયમથી થશે. જ્યારે ફાઇનલ 24 મેના રોજ રમાશે. આ ટુર્નામેનેટ 57 દિવસ ચાલશે. આ ઉપરાંત એક દિવસમાં બે મેચ નહીં રમાય. મેચની શરૂઆત 7.30 કલાકે થશે.
આઈપીએલ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ, એક દિવસમાં બે મેચ રમાતી તે ઈતિહાસ બની શકે છે. હજુ સુધી પૂરું શિડ્યૂલ તૈયાર થયું નથી પરંતુ ટુર્નામેન્ટની ફાઇનલ 24 મેના રોજ રમાશે અને શરૂઆત 29 માર્ચે મુંબઈથી થશે. જેનો અર્થ છે કે તમને 45 દિવસથી વધારે સમય મળશે. આ સ્થિતિમાં એક દિવસમાં એક મેચ યોજવામાં કોઈ સમસ્યા ન થવી જોઈએ.
પ્રસારણકર્તા પણ મેચ જલદી શરૂ કરવા ઈચ્છતા હતા. મેચ સાડા સાત વાગ્યે શરૂ થશે. આ માત્ર પ્રસારણકર્તાની જ વાત નથી પરંતુ જો આપણે ગત સીઝન જોઈએ તો મોટાભાગની મેચો મોડી પૂરી થઈ હતી.જેના કારણે સ્ટેડિયમમાં મેચ જોવા આવેલા લોકોને ઘરે જવા ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. આ અંગે પ્રસારણકર્તા સાથે વાત થઈ ગઈ છે અને ચાલુ સીઝનની મેચ 7.30 કલાકે શરૂ થઈ શકે છે.
વિરાટ કોહલીએ તોડ્યો રોહિત શર્માનો વર્લ્ડ રેકોર્ડ, બન્યો T20નો નંબર વન ખેલાડી
ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટરના દીકરાની કારનો થયો અકસ્માત, મહિલા ગંભીર રીતે થઈ ઘાયલ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
સ્પોર્ટ્સ
Advertisement