(Source: ECI/ABP News/ABP Majha)
'8.10 મિનીટમાં 2 કિમી દોડો નહીં તો પગાર કપાશે, ટીમમાંથી કાઢી મુકાશે' - કઇ ક્રિકેટ ટીમમાં ખેલાડીઓ માટે આવ્યો આવો કડક નિયમ
શ્રીલંકાના ટીમના ખેલાડીઓને ફિટ રાખવા માટે બોર્ડે 8 મિનીટ 10 સેકન્ડમાં 2 કિલોમીટર દોડવાનુ ફરમાન કરી દીધુ છે, જો કોઇ ખેલાડી આમ કરવામા નિષ્ફળ જાય છે તો તેની સેલેરી પણ કાપી લેવામાં આવશે.
નવી દિલ્હીઃ ક્રિકેટની દુનિયામાં ખેલાડીઓની ફિટનેસ વધુ મહત્વની હોય છે. દરેક દેશનુ ક્રિકેટ બોર્ડ પોતાના ખેલાડીઓને ફિટ રાખવા માટે જુદાજુદા ટેસ્ટ લેતી હોય છે. હવે આ લિસ્ટમાં શ્રીલંકન ક્રિકેટ બોર્ડે એક મોટો નિર્ણય લીધો છે, શ્રીલંકાના ટીમના ખેલાડીઓને ફિટ રાખવા માટે બોર્ડે 8 મિનીટ 10 સેકન્ડમાં 2 કિલોમીટર દોડવાનુ ફરમાન કરી દીધુ છે, જો કોઇ ખેલાડી આમ કરવામા નિષ્ફળ જાય છે તો તેની સેલેરી પણ કાપી લેવામાં આવશે.
શ્રીલંકા ક્રિકેટ ટીમ સળંગ હાર અને ખેલાડીઓના ફિટનેસને લઇને ખુબ ચિંતાતુર છે. આ કડીમાં બોર્ડે નવી ગાઇડલાઇન્સ જાહેર કરી દીધી છે. તે અનુસાર હવે જો કોઇ ખેલાડી ફીટ ન હોય તો તેમનો પગાર પણ કાપી લેવામાં આવશે. વધુમાં આમાં કહેવામા આવ્યુ છે કે, ખેલાડીઓને 8.35 મિનિટથી 8.55 મિનિટમાં 2 કિલોમીટર દોડવાનું રહેશે. જો આમ કરવામાં કોઇ ખેલાડી નિષ્ફળ જાય છે તો કોન્ટ્રાક્ટ અનુસાર તેમની જે સેલેરી નક્કી કરવામાં આવી છે તેમાં કાપ પણ મૂકવામાં આવી શકે છે. ખાસ વાત છે કે, શ્રીલંકા ક્રિકેટ બોર્ડે હવે ખેલાડીઓ માટે નવુ યો-યો ટેસ્ટમાં 2 કિમી.ની દોડનું માપદંડ બનાવ્યુ છે. તેમાં જો કોઇ ખેલાડી 8.55 મિનિટથી વધારે સમય લે છે તો તેની ટીમમાં પસંદગી થશે નહીં. 8.35થી 8.55 મિનિટ પર પગાર કાપવામાં આવશે, જોકે આ ખેલાડી ટીમમાં પસંદગી પામી શકે છે. જો કોઇ ખેલાડી 2 કિલોમીટર માટે 8.10 મિનિટથી ઓછો સમય લે છે તો તેની પસંદગી થઇ શક્શે. પહેલા ફિટનેસ ટેસ્ટ 7 જાન્યુઆરીએ થશે,
ઉલ્લેખનીય છે કે, હાલમાં શ્રીલંકા ક્રિકેટ બોર્ડે મહેલા જયવર્ધનેને ટીમના સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે. જયવર્ધને ટીમના ખેલાડીઓને માર્ગદર્શન આપશે.
આ પણ વાંચો........
ગુજરાતની સ્કૂલોમાં કોરોનાએ મચાવ્યો કહેરઃ હવે સુરતની સ્કૂલમાં 3 વિદ્યાર્થી આવ્યા સંક્રમિત