શોધખોળ કરો
કન્ટ્રોલમાં રહે કેપ્ટન કૂલ, આ દિગ્ગજ ક્રિકેટરે ધોનીને આપી સલાહ
એક ખાનગી ચેનલને આપેલ નિવેદનમાં ભારતીય ક્રિકેટ દિગ્ગજ ખેલાડી સુનીલ ગાવસ્કરે ધોની મામલે નારજગી વ્યક્તકરી છે

નવી દિલ્હીઃ એક ખાનગી ચેનલને આપેલ નિવેદનમાં ભારતીય ક્રિકેટ દિગ્ગજ ખેલાડી સુનીલ ગાવસ્કરે ધોની મામલે નારજગી વ્યક્તકરી છે. તેમણે કહ્યું કે, કેપ્ટને હંમેશા કન્ટ્રોલમાં રહેવું જોઈએ. ગાવસ્કરે પોતાના નિવેદનમાં કહ્યું કે, ધોનીએ જે કર્યું તે ખોટું હતું અને તેણે આમ ન કરવું જોઈતું હતું. ગાવસ્કરે અમ્પાયરનો પણ બચાવ કર્યો અને કહ્યું કે, બોલ કમર ઉપર હોય તો નો બોલનો નિર્ણય લેગ અમ્પાયર કરે છે.
ઉલ્લેખનીય છે કે ગુરૂવારનાં રાજસ્થાન રૉયલ્સ સામે જયપુરમાં રમાયેલી મેચમાં ધોની અમ્પાયર સાથે મેદાન પર ભડક્યો હતો. ધોનીનાં આ વ્યવહાર પર સૌ કોઇ ચોંકી ગયું હતુ. ધોની કૉડ ઑફ કંડક્ટનો ભંગ કરવા બદલે દોષી ઠર્યો અને તેની 50 ટકા મેચ ફીસ કાપી લેવામાં આવી. રાજસ્થાન સામે મેચમાં સ્ટૉક્સે બેટ્સમેનની કમ પર ફુલ ટૉસ બૉલ ફેંક્યો ત્યારબાદ મુખ્ય અમ્પાયરે પહેલા તો નૉ બૉલનો ઇશારો કર્યો અને પછી પોતાનો નિર્ણય બદલ્યો.
ઉલ્લેખનીય છે કે ગુરૂવારનાં રાજસ્થાન રૉયલ્સ સામે જયપુરમાં રમાયેલી મેચમાં ધોની અમ્પાયર સાથે મેદાન પર ભડક્યો હતો. ધોનીનાં આ વ્યવહાર પર સૌ કોઇ ચોંકી ગયું હતુ. ધોની કૉડ ઑફ કંડક્ટનો ભંગ કરવા બદલે દોષી ઠર્યો અને તેની 50 ટકા મેચ ફીસ કાપી લેવામાં આવી. રાજસ્થાન સામે મેચમાં સ્ટૉક્સે બેટ્સમેનની કમ પર ફુલ ટૉસ બૉલ ફેંક્યો ત્યારબાદ મુખ્ય અમ્પાયરે પહેલા તો નૉ બૉલનો ઇશારો કર્યો અને પછી પોતાનો નિર્ણય બદલ્યો. વધુ વાંચો




















