સુરેશ રૈના સાથે પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પાસે પણ આ ઉપલબ્ધિ હાસેલ કરવાની તક હતી, પરંતુ આયરલેન્ડ સામેની બીજી મેચમાં તેને આરામ આપવામાં આવ્યો અને ધોનીના સ્થાને દિનેશ કાર્તિકને તક મળી. ધોની હવે રૈનાથી પાછળ રહી ગયો છે. ધોનીએ ભારતની પહેલી અને 100મી ટી-20 મેચ રમી છે. ભારતે પોતાની પહેલી ટી-20 મેચ 1લી ડિસેમ્બર 2006માં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ જોહનિસબર્ગમાં રમી હતી.
2/4
રૈનાએ બીજી ટી20 મેચમાં 45 બોલમાં 69 રનની ઈનિંગ રમી. રૈનાએ પોતાની હાફ સેન્ચુરી 34 બોલમાં પુરી કરી હતી. બીજી વિકેટ માટે રૈનાએ લોકેશ રાહુલ સાથે મળીને 106 રનની પાર્ટનરશીપ કરી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ટી-20માં પોતાની સૌથી મોટો વિજય મેળવ્યો. ભારતે મેચ 143 રનથી જીતી.
3/4
આયરલેન્ડ સામેની બીજી ટી20 મેચ ભારત માટે ખાસ હતી કારણ કે આ ભારતની 101મી ટી-20 મેચ હતી. બીજી ટી20માં મેદાન પર ઉતરતા જ રૈના ભારત તરફથી એકમાત્ર એવો ખેલાડી બની ગયો જેણે ટીમ ઈન્ડિયાની પહેલી, 100મી અને 101મી ટી-20 મેચ રમી.
4/4
નવી દિલ્હીઃ ભારત અને આયરલેન્ડ વિરૂદ્ધ રમાયેલ બીજી ટી20 મેચમાં ભારતના સ્ટાર બેટ્સમેન સુરાશ રૈનાએ ઈતિહાસ રચ્યો છે. રૈનાના યોગદાનને કારણે ટીમ ઇન્ડિયાએ આ મેચમાં 213 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. રૈનાએ આ મેચમાં 69 રન બનાવ્યા, પરંતુ તેણે આ ઈતિહાસ પોતાની ઇનિંગને કારણે નહીં પરંતુ કોઈ અન્ય કારણે રચ્યો છે.