હાર પર સવાલો પુછાયા તો કેન વિલિયમસને ભારતને ટાંકીને શું કહ્યું કે બધા ચુપ થઇ ગયા, જાણો વિગતે
ઉલ્લેખનીય છે કે, ન્યૂઝીલેન્ડની ટીમ સળંગ ત્રણ આઇસીસી ટૂર્નામેન્ટની ફાઇનલમાં હારનો સામનો કરી ચૂકી છે,
નવી દિલ્હીઃ ગઇકાલે આઇસીસી ટી20 વર્લ્ડકપ 2021ની ફાઇનલ મેચ રમાઇ, મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમે શાનદાર પ્રદર્શન કરતાં જીત મેળવી અને પ્રથમવખત ટ્રૉફી પર કબજો જમાવી ચેમ્પિયન બનવામાં સફળ રહી હતી. ઓસ્ટ્રેલિયા સામે 8 વિકેટે હાર થયા બાદ પ્રેસ કૉન્ફરન્સમાં એક ખાસ ઘટના ઘટી, જે લોકોના મનમાં વસી ગઇ. ખરેખરમાં બન્યુ એવુ કે આઇસીસી ઇવેન્ટમાં સળંગ ફાઇનલમાં હાર મળી તેને લઇને કેન વિલિયમસનને પત્રકારોએ ઘેરી લીધો હતો. આ દરમિયન કેન વિલિયમસને હોંશિયારી બતાવીને બધાને ચુપ કરી દીધી હતી.
ફાઇનલમાં હાર બાદ પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન જ્યારે પત્રકારોએ કેન વિલિયમસનને ઘેરી લીધો, અને પત્રકારો પુછવા લાગ્યા હતા કે એક પછી એક સળંગ ફાઇનલમાં હાર કેમ મળી રહી છે કિવી ટીમને. ફાઇનલમાં હારને રેકોર્ડ પર પુછાયેલા આવા સવાલોથી કેન વિલિયમસન ભડકી જવાના બદલે સરળતાથી જવાબો આપવાનુ શરૂ કર્યુ. કેન વિલિયમસને પત્રકારોને જવાબ આપ્યો કે તમે હાર પર સવાલો કરી રહ્યાં છો પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલને કેમ યાદ નથી રાખતા, આ ફાઇનલ મેચમાં અમે જીત્યા હતા, ભારતને હરાવીને અમે ટ્રૉફી પર કબજો જમાવ્યો હતો. કેન વિલિયમસનના આ જવાબથી પત્રકારો ચુપ થઇ ગયા હતા.
કેન વિલિયમસને કહ્યું - ફાઇનલ મેચમાં તમારી સાથે કંઇપણ થઇ શકે છે, તમે 2019ના વર્લ્ડકપનો ઉલ્લેખ કર્યો, જેના વિશે કદાચ વધારે ચર્ચા કરવામાં આવે છે. જો અમે આ મેચ જીતતા તો સારુ થતુ પરંતુ ઓસ્ટ્રેલિયાએ બહુજ સારી રમત રમી અને તમે તેના સેલિબ્રેશનનો અવાજ અહીં સુધી સાંભળી શકો છો. તેમની ટીમ જબરદસ્ત છે.
ઉલ્લેખનીય છે કે, ન્યૂઝીલેન્ડની ટીમ સળંગ ત્રણ આઇસીસી ટૂર્નામેન્ટની ફાઇનલમાં હારનો સામનો કરી ચૂકી છે, સૌથી પહેલા વનડે વર્લ્ડકપ 2015ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે, આ પછી 2019ની વનડે વર્લ્ડકપની ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે અને હવે આઇસીસી ટી20 વર્લ્ડકપ 2021ની ફાઇનલમાં ફરી એકવાર ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો છે. જોકે, એકમાત્ર આઇસીસી ટ્રૉફી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ જીતીને કેન વિલિયિમસને ઉઠાવી છે.