શોધખોળ કરો
વિરાટ કોહલીની હેટ્રિક, સતત ત્રીજા વર્ષે વિઝડનનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર જાહેર થયો
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ડોન બ્રેડમેન 10 વખત અને ઈંગ્લેન્ડના જેક હોબ્સ આઠ વખત સર્વશ્રેષ્ઠ ક્રિકેટરનો એવોર્ડ જીતી ચુક્યા છે.

નવી દિલ્હીઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની સતત ત્રીજા વર્ષે વિઝડન ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદગી કરવામાં આવી છે. કોહલીએ 2018માં ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 2735 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ડોન બ્રેડમેન 10 વખત અને ઈંગ્લેન્ડના જેક હોબ્સ આઠ વખત સર્વશ્રેષ્ઠ ક્રિકેટરનો એવોર્ડ જીતી ચુક્યા છે.
ભારતની મહિલા ક્રિકેટ ટીમની ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાના વર્ષની સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટર પસંદ કરવામાં આવી હતી. કોહલીએ ભારતની ઇંગ્લેન્ડમાં 1-4થી હાર થઈ તે દરમિયાન ટેસ્ટ શ્રેણીમાં 59.3ની સરેરાશથી 593 રન ફટકાર્યા હતા. મંધાનાએ ગત વર્ષે વન ડે અને ટી20 મેચોમાં ક્રમશઃ 669 અને662 રન બનાવ્યા હતા. તેણે મહિલાઓની સુપર લીગમાં 174.68ના શાનદાર સ્ટ્રાઇક રેટછી 421 રન બનાવ્યા હતા.
ઈંગલેન્ડના ટેમી બ્યૂમોંટ, જોસ બટલર, સેમ કુરૈન અને રોરી બર્ન્સને પણ વિઝડનના પાંચ સર્વશ્રેષ્ઠ ક્રિકેટરો જાહેર કરવામાં આવ્યા હતા. થોડા દિવસો પહેલા કોહલીએ આઈસીસીનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર જાહેર કરવામાં આવ્યો હતો.
Congratulations @Tammy_Beaumont, @roryburns17, @imVkohli, @josbuttler and @CurranSM - the @WisdenAlmanack Cricketers of the Year! 🙌https://t.co/XgOgMYSo9H
— ICC (@ICC) April 10, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ગુજરાત
દેશ
Advertisement
