શોધખોળ કરો
મધદરિયે ક્રૂઝ પર ‘DJ વાલે બાબુ’ ગર્લને હાર્દિક પંડ્યાએ કિસ કરીને કર્યું પ્રપોઝ, જુઓ સગાઈની તસવીરો
1/6

નતાશા એક સર્બિયન મૉડલ રહી ચુકી છે. તે સલમાન ખાનના બિગ બોસની 8મી સિઝનમાં ચાર અઠવાડિયા બાદ શોમાંથી બહાર થઈ ગઈ હતી. જો કે બીગ બોસ સીઝન -8થી તેને નવી ઓળખ મળી હતી. આ સિવાય નતાશા નચ બલિયે-9માં પણ જલવો દેખાડી જુકી છે. તે સમયે હાર્દિકે નતાશા માટે વૉટ પણ માંગ્યા હતા. આ સિવાય તેણે ડિજેવાલે બાબુ ગીત પર પણ ધમાલ મચાવ્યો હતો. નતાશા અર્જૂન રામપાલની ફિલ્મ ‘ડેડી’માં નજર આવી ચુકી છે. ડેડીમાં તેણે એક આઈટમ સોન્ગમાં ડાન્સ કર્યો હતો. નતાશા ફુકરે રિટર્સનના ‘ઓ મેરી મેહબૂબા’ ગીતમાં પણ નજર આવી ચુકી છે. ( તમામ તસવીર -ઈન્સ્ટાગ્રામ)
2/6

તસવીરમાં હાર્દિક અને નતાશા કોઈ દરિયા કિનારે બેસેલા નજરે પડી રહ્યાં છે. આ ઉપરાંત હાર્દિકે એક રોમેન્ટિક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં દરિયા વચ્ચે ક્રૂઝ પર નતાશા સાથે ડાન્સ કરતા નજર આવી રહ્યાં છે. ફિલ્મી અંદાજમા નતાશાને હાર્દિકે પ્રપોઝ પણ કર્યું હતું.
Published at : 02 Jan 2020 07:24 AM (IST)
View More





















