શોધખોળ કરો
Advertisement
Coronavirus: ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટરનું મોટું નિવેદન, કહ્યું- મારા માટે રમત કરતાં પરિવાર છે મહત્વનો, જાણો વિગતે
કોરોના વાયરસના કારણે હાલ દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉન દરમિયાન આમ આદમીથી લઈ ક્રિકેટર્સ, સેલિબ્રિટીઝના તમામ લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે.
લખનઉઃ કોરોના વાયરસના કારણે હાલ દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉન દરમિયાન આમ આદમીથી લઈ ક્રિકેટર્સ, સેલિબ્રિટીઝના તમામ લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર સુરેશ રૈનાએ મોટું નિવેદન આપ્યું છે.
હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલી મુલાકાતમાં રૈનાએ કહ્યું, "હું ગત મહિને દિલ્હીથી પરત ફર્યો છે. હું મારી પુત્રી, પત્ની તથા પરિવારની કાળજી રાખું છું. મેં મારું ઘર અને કાર સેનિટાઇઝ કર્યા છે દરેક લોકોએ કરવું જોઈએ. લોકોએ જવાબદાર બનવું જોઈએ."
જ્યારે અમને જણાવવામાં આવ્યું કે, "ચેન્નઈ સુપરકિંગ્સનો કેમ્પ સ્થગિત કરી દેવામાં આવ્યો છે ત્યારથી અમે સાવધાનીના શું પગલા ભરી શકાય તે વિચારવાનું શરૂ કરી દીધું હતું. આઈપીએલ મજાની છે પરંતુ માનવીની જિંદગી તેનાથી વધારે કિંમતી છે. મારા માટે રમત કરતા મારો પરિવાર મહત્વનો છે અને દરેક લોકો માટે આમ હોઈ શકે છે."
બંને તરફની સલામતીના કારણોસર હું કોઈ સાથે હસ્તધનૂન પણ કરતો નથી. જો હું સલામત હોઈશ તો મારી પાસના દરેક લોકો સલામત રહેશે. સક્રિય સ્પોર્ટ્સપર્સન તરીકે હું વર્કઆઉટ કરું છું. મારા ઘરની સામે આવેલા બગીચામાં બેસિક વર્કઆઉટ કરું છું. જો કોઈ વસ્તુને સ્પર્શ કરું તો હું જાતે જ સેનિટાઈઝ કરી લઉ છું. હું સાથે જ સેનિટાઇઝર લઈને નીકળું છું. ચેન્નઈ સુપર કિંગ્સના ટ્રેનરે મને મોકલેલા પ્રોગ્રામમાં પાંચ દિવસનું શેડ્યૂલ છે. જેનું હું પાલન કરું છું.
સુરેશ રૈનાએ ટીમ ઈન્ડિયા તરફતી 18 ટેસ્ટમાં એક સદીની મદદથી 768 રન, 226 વન ડેમાં 5 સદી વડે 5615 રન અને 78 ટી 20માં એક સદી સાથે 1605 રન બનાવ્યા છે. જ્યારે 193 આઈપીએલ મેચમાં એક સદી અને 38 અડધી સદી વડે 5368 રન બનાવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
વડોદરા
લાઇફસ્ટાઇલ
સુરત
અમદાવાદ
Advertisement