ઈંગ્લેન્ડની ધરતી પર ચોથી ઈનિંગમાં સૌથી મોટી ઈનિંગ રમનારો રાહુલ બીજો ભારતીય ઓપનર છે. 1979માં સુનીલ ગાવસ્કરે પણ ઓવલ ટેસ્ટમાં ચોથી ઇનિંગમાં 221 રનની ઈનિંગ રમી હતી.
2/5
ત્રીજા નંબર પર વેસ્ટઇન્ડિઝના ડેસમંડ હેંસ આવે છે. તેણે ચોથી ઈનિંગમાં 115 બોલમાં સદી ફટકારી છે.
3/5
હેડન બાદ શ્રીલંકાના પૂર્વ ઓપનર સનથ જયસૂર્યા આ છે. તેણે 2003-04માં ઓસ્ટ્રેલિયા સામે કેન્ડી ટેસ્ટમાં ચોથી ઈનિંગમાં 107 બોલમાં સદી ફટકારી હતી.
4/5
આ ઉપરાંત ટેસ્ટ વર્લ્ડ ક્રિકેટમાં ચોથી ઈનિંગમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ઓપનરોમાં રાહુલ ચોથા નંબર પર આવી ગયો છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયાનો પૂર્વ દિગ્ગજ ઓપનર મેથ્યુ હેડન ટોપ પર છે. તેણે 2003-04માં ઝિમ્બાબ્વે સામે સિડનીમાં ચોથી ઈનિંગમાં 84 બોલમાં સદી ફટકારી હતી.
5/5
ઓવલઃ ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલે ઓવલ ટેસ્ટના પાંચમા દિવસે ચોથી ઈનિંગમાં ધમાકેદાર અંદાજમાં સદી ફટકારી. રાહુલે તેની નૈસર્ગિક રમત રમીને માત્ર 118 બોલમાં જ સદી ફટકારી દીધી હતી. આ સાથે જ તે ચોથી ઈનિંગમાં સૌથી ઝડપી સદી ફટકારનારો પ્રથમ ભારતીય ઓપનર બની ગયો છે.