શોધખોળ કરો
Advertisement
ન્યૂઝીલેન્ડ સામે ભારતીય ટીમમાં થઇ શકે છે મોટા ફેરફાર, આ બે ખેલાડીઓનુ કપાશે પત્તુ, જાણો વિગતે
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની લીગ મેચ વરસાદના કારણે ધોવાઇ ગઇ હતી, જોકે પ્રેક્ટિસ મેચમાં કિવી ટીમે ટીમ ઇન્ડિયાને કારમી હાર આપી હતી
નવી દિલ્હીઃ આજે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં ટીમ ઇન્ડિયા સેમિ ફાઇનલ મુકબલમાં કિવી ટીમ સામે ટકરાશે. બન્ને ટીમોનો સફર શરૂઆતમાં સારો રહ્યો જોકે બાદમાં કિવી ટીમ લથડી અને ટીમ ઇન્ડિયાએ રિધમ જાળવી રાખી હતી. પૉઇન્ટ ટેબલમાં ટીમ ઇન્ડિયા એક નંબર અને કિવી ટીમ ચાર નંબર પર છે. રિપોર્ટ છે કે ટીમ ઇન્ડિયામાં ફેરફાર થઇ શકે છે.
ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ભારતીયી ટીમમાં બે મોટા ફેરફારો થઇ શકે છે. રિપોર્ટ અનુસાર, કુલદીપ યાદવ અને ભુવનેશ્વર કુમારને બહાર રાખવામાં આવી શકે છે, તેમની જગ્યાએ યુજવેન્દ્ર ચહલ અને મોહમ્મદ શમીને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. જોકે, જાડેજાને પણ સ્થાન આપવામાં આવે તેવી સંભાવનાઓ છે.
ઉલ્લેખનીય છે કે, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની લીગ મેચ વરસાદના કારણે ધોવાઇ ગઇ હતી, જોકે પ્રેક્ટિસ મેચમાં કિવી ટીમે ટીમ ઇન્ડિયાને કારમી હાર આપી હતી. હવે બન્ને ટીમ ફરી એકવખત સેમિ ફાઇનલમાં આમને સામને થઇ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement