2003માં ટીમ ઈન્ડિયાએ ઢાકામાં બાંગ્લાદેશને 200 રનથી હાર આપી હતી. જે ચોથા નંબરની સૌથી મોટી જીત છે.
2/4
ભારતે બીજો સૌથી મોટો વિજય 2008માં કરાચીમાં હોંગકોંગ સામે મેળવ્યો હતો. ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતાં 374 રન બનાવ્યા હતા. જેની સામે હોંગકોંગની ટીમ 118 રનમાં ઓલઆઉટ થઈ જતાં ભારતનો 256 રનથી વિજય થયો હતો.
3/4
ભારતનો રનના મામલે સૌથી મોટો વિજય 2007માં થયો હતો. માર્ચ 2007માં ટીમ ઈન્ડિયાએ બર્મુડા સામે પોર્ટ ઓફ સ્પેનમાં પ્રથમ બેટિંગ કરતાં 413 રન બનાવ્યા હતા. જેની સામે બર્મુડાની ટીમ 156 રનમાં ખખડી જતાં ભારતનો 257 રનથી વિજય થયો હતો. જે ભારતની અત્યાર સુધીની સૌથી મોટી જીત છે. જે ક્રિકેટ વિશ્વમાં પાંચમાં નંબરની પણ સૌથી મોટી જીત છે.
4/4
મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈના બ્રેબોન સ્ટેડિયમ પર રમાયેલી ચોથી વન ડેમાં ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને મેચ જીતવા 378 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેની સામે કેરેબિયન ટીમ 36.2 ઓવરમાં 153 રન બનાવી ઓલઆઉટ થઈ જતાં ભારતનો 224 રને ભવ્ય વિજય થયો હતો. જે વન ડેમાં ભારતનો રનના હિસાબે ત્રીજો સૌથી મોટો વિજય છે. ભારત વતીથી રોહિત શર્માએ 16ર રન બનાવ્યા હતા.