શોધખોળ કરો
Advertisement
IPL ખેલાડીઓ પર થઈ શકે છે આતંકી હુમલો, જાણો પોલીસે ખેલાડીઓને શું સલાહ આપી...
આઈપીએલ ખેલાડીઓ પર આતંકી હુમલાનું એલર્ટ આપવામાં આવ્યું છે. આ જાણકારી ગુપ્તચર એજન્સીએ આપી છે.
મુંબઈઃ આઈપીએલ ખેલાડીઓ પર આતંકી હુમલાનું એલર્ટ આપવામાં આવ્યું છે. આ જાણકારી ગુપ્તચર એજન્સીએ આપી છે. જાણકારી સામે આવ્યા બાદ એલર્ટી જારી કરવામાં આવ્યું છે. ગુપ્તજર એજન્સીઓ અનુસાર આઈપીએલ ખેલાડી પર હોટલ, રસ્તા કે પાર્કિંગમાં હુમલો થઈ શકે છે. ગુપ્તચર એજન્સીએ એટીએસ દ્વારા પકડવામાં આવેલ શંકાસ્પદ આતંકીની પૂછપરછમાં આ જાણકારી મળી છે.
ગુપ્તચર એજન્સીઓ દ્વારા એલલ્ટ આપ્યા બાદ સુરક્ષા એજન્સીઓને ચાંપતો બંદોબસ્ત ગોઠવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર પણ આતંકવાદી હુમલો થઈ શકે છે, જે હોટલમાં ક્રિકેટર રોકાયા છે, તેના પર પણ હુમલો થઈ શકે છે.
ખેલાડીઓ પર આતંકી હુમલાને ધ્યાનમાં રાખતા તેની બસ સાથે એસ્કોર્ટ માટે માક્સમેન કોમ્બેટ વાહનનો ઉપયોગ કરવા માટે કહેવામાં આવ્યું છે. ઉપરાંત હોટલ અને સ્ટેડિયમમાં પણ સુરક્ષા વધારવામાં આવી રહી છે. મુંબઈ પોલીસે કોઈપણ ખેલાડીને સુરક્ષા વગર બહાર ન જવાની સલાહ આપી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ક્રિકેટ
Advertisement