શોધખોળ કરો
Advertisement
ઉંઘની બીમારીનો સામનો કરી રહ્યો છે આ દિગ્ગજ ક્રિકેટર, કહ્યું- રન ન બનાવી શકું ત્યારે......
ટિમ પેને કહ્યું કે, તે પૂરતી ઊંઘ લઈ શકતો નથી. અને અત્યારે જે મોટાભાગનાં લોકોની મુશ્કેલી છે તેમ તેને પણ ઊંઘવામાં તકલીફ પડી રહી છે.
નવી દિલ્હીઃ પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવન સ્મિથ હાલમાં ઉંઘની સમસ્યા (ઇનસોમ્રિયા)નો સામનો કરી રહ્યા છે. ટીના કેપ્ટન ટિમ પેને ગુરુવારે આ વાતનો ખુલાસો કરતાં કહ્યું કે, તે તેના પર કામ કરી રહ્યા છે. પેને ગુરુવારે પ્રેન્સ કોન્ફરન્સમાં કહ્યું કે, ‘હું જાણું છું કે સ્મિથ હાલમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની મદદ લઈ રહ્યો છે, જેથી ઉંઘની આ બીમારીનું કંઈ સમાધાન લાવી શકે.’
ટિમ પેને કહ્યું કે, તે પૂરતી ઊંઘ લઈ શકતો નથી. અને અત્યારે જે મોટાભાગનાં લોકોની મુશ્કેલી છે તેમ તેને પણ ઊંઘવામાં તકલીફ પડી રહી છે. સાથે ટિમ પેને કહ્યું કે, મને વિશ્વાસ છે કે સ્ટિવ પોતાને રિલેક્સ કરીને ઊંઘની આ બીમારીની સમસ્યાને ઉકેલી દેશે. સ્ટિવ સ્મિથે પાકિસ્તાન સામેની પહેલી ટેસ્ટ મેચમાં ફક્ત 4 રન જ બનાવી શક્યો હતો.
સ્મિથે મંગળવારે કહ્યું હતું, જ્યારે હું રન ન બનાવી શકું ત્યારે હંમેશા મારી જાતને સજા આપું છું. મેચમાં રન સ્કોર કરવા અને સેન્ચુરી પૂરી કરવા પર હું મારી જાતને ચોકલેટ ગિફ્ટમાં આપું છું. તેવી જ રીતે રન ન બનાવવા પર મારી જાતને સજા પણ આપુ છું.
દુનિયાના નંબર-1 ટેસ્ટ બેટ્સમેને કહ્યું હતું, હું જ્યારે રન ન બનાવી શકું ત્યારે હું દોડવાનું પસંદ કરુ છું, જિમ જવાનું પસંદ કરું છું અથવા એવું કંઈક કરુ છું જેથી ખુદને સજા આપી શકું. ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનની વચ્ચે સીરીઝની બીજી ટેસ્ટ મેચ શુક્રવારે રમાશે. બન્ને ટીમની વચ્ચે આ મેચ ડે-નાઇટ ટેસ્ટ મેચ હશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દેશ
Advertisement